Friday, December 27, 2024
HomeGujaratહળવદ આઈસીડીએસ શાખા દ્વારા પોષણ માસની ઉજવણી

હળવદ આઈસીડીએસ શાખા દ્વારા પોષણ માસની ઉજવણી

ભારત સરકાર દ્વારા સપ્ટેમ્બર માસમાં જન આંદોલનથી રાષ્ટ્રીય પોષણ માસ ઉજવણીનું નક્કી થઈ આવતા મોરબી આઇસીડીએસ વિભાગની મળેલી સૂચના અનુસાર હળવદ તાલુકામાં સપ્ટેમ્બર મહિનામાં પોષણ અભિયાનનો પ્રોગ્રામ પ્રારંભ કરવામાં આવ્યો જે અંતર્ગત હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ શહેરી વિસ્તારમાં ચાલતા આંગણવાડી કેન્દ્ર ઉપર પોષણ અભિયાન નાબૂદી અંતર્ગત સગર્ભા ધાત્રી બાળકો અને કિશોરીઓને શુદ્ધ આહાર અંગેની સમજણ તેમજ માર્ગદર્શન અભિયાનના રૂપમાં આપવાનું નક્કી થયેલ

- Advertisement -
- Advertisement -

સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં પોષણ વાટીકા સંદર્ભે તાલુકાના ગ્રામ્ય કક્ષા તેમજ શેરી વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્ર ઉપર વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવી જે અંતર્ગત હળવદ તાલુકાના ઘનશ્યામપુર એક કેન્દ્ર ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ તેમજ પોષણ સપ્તાહના ભાગરૂપે બીજા સપ્તાહમાં રણમલપુર તેમજ ચરાડવા ગામે પોષણ માસના ઉજવણમાં વાનગી હરીફાઈ તેમજ અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ

આજરોજ બીજા સપ્તાહના અંતમાં ટીકર ગામે પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્ર ઉપર પોષણ જાગૃતિ અભિયાન દરમિયાન ટિકર ગામના કેન્દ્રો ઉપર પોષણ અભિયાનની વિવિધ પ્રવૃતિ જેવી કે પોષણ અભિયાન રેલી યોગા કાર્યક્રમ તેમજ કિશોરી વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવેલ આ પ્રોગ્રામમાં હળવદ તાલુકા વિકાસ અધિકારી  જ્યોતિ બેન પારેખ તેમજ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ ટીકર પ્રોગ્રામમાં હાજરી આપેલ પ્રોગ્રામ દરમ્યાન કિશોરી સગર્ભા લાભાર્થીઓને પૂર્ણા શક્તિ માતૃશક્તિ પોષણ આહારનું તેમના હસ્તે વિતરણ કરવામાં આવેલ આ પ્રોગ્રામમાં સીડીપીઓ મમતાબેન રાવલ ના માર્ગદર્શનથી સુપરવાઇઝર પ્રિયંકાબેન યાજ્ઞિક દ્વારા આયોજન કરવામાં આવેલ હતું

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!