મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ રામધન આશ્રમ ખાતે રામદેવજી મહારાજના પાટોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞ, નેજા-ઉત્સવ તથા સાંજે મહાપ્રસાદનું આયોજન કરી સમગ્ર કાર્યક્રમની પુર્ણાહુતી જાહેર કરવામાં આવી હતી.
મોરબીના સુપ્રસિધ્ધ રામધન આશ્રમના મહંત પૂજ્ય ભાવેશ્વરીમાઁ તેમજ સંત રત્નેશ્ર્વરીદેવીના સાનિધ્યમાં જલજળની અગિયારસ નિમિત્તે રામદેવજી મહારાજના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે સવારે નેજા ઉત્સવ, યજ્ઞ તથા સાંજે મહાપ્રસાદ, રામદેવજી મહારાજનો પાઠ, ભજન યોજાયા હતા. આ સાથે ઠાકોરજીને સ્નાન-પૂજા અને રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી તથા મોરબીની આસપાસના વિસ્તારના બોહળી સંખ્યામાં ભક્તો આ ઉજવણીમાં જોડાયા હતાં.
આ ભવ્ય પટોત્સવમાં પૂજ્ય હંસરાજ બાપા, જલારામ મંદિરના અગ્રણી ગિરીશભાઈ ઘેલાણી, નાથાભાઈ ચુનીભાઇ કાવર, હીરાભાઈ પ્રજાપતિ, દિનેશ ભગત, સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પ્રસંગને દીપાવવા ત્રિભોવનભાઈ, હરિભાઈ, દેવકરણભાઈ, ભુદરભાઈ, મહાદેવભાઇ, દિલીપભાઈ અરજણભાઈ, રમેશભાઈ, ભરતભાઈ વગેરે સ્વયં સેવકો તથા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવેલ છે.