Thursday, November 14, 2024
HomeGujaratજૂની પેન્શન યોજનાનો ઠરાવ થતા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરાઈ...

જૂની પેન્શન યોજનાનો ઠરાવ થતા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરાઈ ઉજવણી

જૂની પેન્શન યોજનાને લઈને સરકારી કર્મચારીઓ આંદોલન બાદ રાજ્ય સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગેની જાહેરાત તો કરી હતી, પરંતુ બે મહિના વિત્યા છતાં સત્તાવાર જાહેરાત ન કરાતા સરકારી કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. જો કે, ગત શુક્રવારે (8 નવેમ્બર) રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા જૂની પેન્શન યોજના અંગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. જેને લઇ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પંચાયત ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

ગુજરાત સરકાર દ્વારા તા. ૦૮/૧૧/૨૦૨૪ ના રોજ ૨૦૦૫ પહેલાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ માટે “જૂની પેન્શન યોજના”નો ઠરાવ બહાર પાડવામાં આવેલ હતો. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ મુજબ જિલ્લા કક્ષાએ ૨૦૦૫ પહેલાના શિક્ષકો માટે ગુજરાત સરકાર દ્વારા “જૂની પેન્શન યોજના”નો ઠરાવ થવા બદલ જિલ્લા કક્ષાએ આનંદની ઉજવણી કરવાની સૂચના મળી હતી. આ સૂચના મુજબ તા. ૧૧/૧૧/૨૦૨૪, સોમવારના રોજ મોરબી જિલ્લા પંચાયત ખાતે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, વાંકાનેર, માળિયા, હળવદ, ટંકારા, મોરબી તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ, એચ.ટાટ. શિક્ષક સંઘ, નોપ્રુફ મોરબી જિલ્લા સંગઠન દ્વારા મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડીને આનંદની ઉજવણી કરવામાં આવી હતી.

આ આનંદની ઉજવણીમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મહામંત્રી પ્રફુલભાઈ નાયકપરા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ વિરમભાઈ દેસાઈ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર કાર્યાધ્યક્ષ નરેન્દ્રભાઈ શામજીભાઈ કાલરિયા, સિનિયર ઉપપ્રમુખ અજયભાઈ ડાંગર, જિલ્લા કાર્યાધ્યક્ષ દેવરાજભાઈ રબારી, મોરબી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ બાબુભાઈ હુંબલ, મહામંત્રી મુશ્તાકભાઈ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ભગવાનજીભાઈ કુંભારવાડિયા, મહામંત્રી વિશાલભાઈ ગોધાણી, એચ.ટાટ શિક્ષક સંઘના પ્રમુખ વિનોદભાઈ ગોધાણી, મહામંત્રી મુકેશભાઈ મારવાણિયા, એચ. ટાટ. આગેવાન અશ્વિનભાઈ રાઠોડ, માળિયા તાલુકાના મહામંત્રી હસુભાઈ વરસડા, હળવદ તાલુકાના મહામંત્રી ચતુરભાઈ પાટડિયા, મોરબી શહેરના પ્રમુખ દેવાયતભાઈ હેરભા, મહામંત્રી ચમનભાઈ ડાભી, મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હિરેનભાઈ કુંડારિયા, મહામંત્રી કાનજીભાઈ રાઠોડ, ટંકારા તાલુકાના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપ પ્રમુખ વિજયભાઈ કાનગડ, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા, મહામંત્રી નજરુદ્દીનભાઈ માથકિયા, સિનિયર કાર્યાધ્યક્ષ અબ્દુલ રહીમ બાવરા, કોપ સદસ્ય નરેન્દ્ર મણિલાલ કાલરિયા, કોપ સદસ્ય અબ્દુલભાઈ શેરસિયા, સંઘ સદસ્ય નિઝામુદ્દીન શેરસિયા તથા મોરબી જિલ્લાના શિક્ષકોએ ભાગ લીધો હતો અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતા મેડમ મહેતાને મીઠાઈ ખવડાવી હતી. જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જૂની પેન્શન યોજનાનો લાભ મેળવેલ શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ મોરબી જિલ્લાના શિક્ષકો દ્વારા મોરબી જિલ્લા પંચાયતના મેદાનમાં ફટાકડા ફોડીને આનંદની ઉજવણી કરવામાં હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!