વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ૫ જૂનના રોજ ઉજવવામાં આવે છે અને તે પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટેનું સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય સાધન છે. ત્યારે ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સાર્થક વિદ્યા મંદિરના સહકારથી જિલ્લા કાનૂની સત્તા મંડળ મોરબી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને વૃક્ષારોપણ કરાયું હતું.
જિલ્લા કાનૂની સત્તા મંડળ મોરબીના જણાવ્યા અનુસાર, ગઈકાલે વિશ્વ પ્રર્યાવરણ દિવસ ૫ જુન,૨૦૨૩ નિમિતે ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળની સુચના મુજબ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન પી.સી.જોષીના માર્ગદર્શન અનવ્યે સાર્થક વિધામંદિર, મોરબીના સહકારથી સાર્થક વિધામંદિરના સંકુલમાં આવેલા ગાર્ડનમાં ડિસ્ટ્રીકટ ફોરેસ્ટ ઓફિસર અને સમગ્ર ટીમના સહયોગથી સાંજના ૫-૦૦ કલાકે સાર્થક વિધામંદિરના વિવેકભાઇ શુકલ દ્વારા વિધિવિધાન મુજબ મંત્રોચ્ચાર સાથે વુક્ષારોપણ સંપન્ન કરવામાં આવ્યુ અને સાથે સાથે શાળામાં ઉપસ્થિત વિધાર્થીઓની હાજરીમાં કાનુની શિક્ષિણ શિબિર અને પર્યાવરણ તેમજ પ્રદુષણ, વુક્ષોનું જતન વિગેરે વિષય બાબતે સ્કુલના બાળકોને જાણકારી અને માહીતી આપવામાં આવી અને કાર્યક્રમમાં ફુલ ટાઇમ સેક્રેટરી જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મોરબી બી.એસ.ગઢવી તેમજ સમગ્ર સ્ટાફ અને સાર્થક વિધામંદિર, મોરબીના સંચાલક કિશોરભાઇ શુકલ તેમજ શિક્ષકગણ અને વિધાર્થીઓ હાજર રહેલા તેમજ ફોરેસ્ટર જે.એમ.મહેતા અને સમગ્ર ટીમ હાજર રહેલ તેમજ જીલ્લા અદાલત ખાતેના સક્રીય પી.એલ.વી પણ હાજર રહેલ હતા.તેમ મોરબી જિલ્લા કાનૂની સત્તા મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું.