NCC રાજકોટ ગર્લ્સ બટાલીયન અને નવયુગ કોલેજ ના ગર્લ્સ NCC કેડેટ્સ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણીના ભાગ રૂપે નારા સાથે રેલીનું આયોજન કરાયું હતું.
વિશ્વમાં તમાકુ અને તેની બનાવટો ના સેવનથી કેન્સર અને અન્ય રોગોનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે ત્યારે લોકોને તમાકુના સેવન થી થતા રોગો અને આડઅસરો થી વાકેફ કરવા આ આયોજન કરાયું હતું.