આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી મારો દેશ” કાર્યક્રમની જબલપુર પ્રાથમિક શાળામાં તાલુકા પંચાયત પ્રમુખ ની હાજરીમાં ઉજવણી કરવામાં આવી. જેમાં વીર વંદના સ્તુતિ, વિર વંદન તેમજ રાષ્ટ્રગાન વગેરે યોજી ગામના રાજમાર્ગો ઉપર તિરંગા યાત્રા જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયા માર્ગ મકાન વિભાગના ધેટીયાભાઈ જીલ્લા ભાજપના અગ્રણી પ્રભુભાઈ કામરીયા તલાટી કમ મંત્રી ઝાલાભાઈ સહિતના હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના સમગ્ર સ્ટાફે સહયોગ પૂરો પાડ્યો હતો.