Friday, January 10, 2025
HomeGujarat'કેન્દ્ર કે કોઈ પણ રાજ્ય સરકાર અનામતના ક્વોટામાં ફેરફાર કરવાનું નથી વિચારી...

‘કેન્દ્ર કે કોઈ પણ રાજ્ય સરકાર અનામતના ક્વોટામાં ફેરફાર કરવાનું નથી વિચારી રહી’:અનામત મુદ્દે રૂબરૂ મળેલા સાંસદોને વડાપ્રધાને કરી સ્પષ્ટતા

થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગમાં ક્વોટામાં ક્વોટા આપવાની મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે એસસી-એસટી કેટેગરીમાં નવી પેટા કેટેગરી બનાવી શકાય છે અને આ અંતર્ગત સૌથી પછાત વર્ગને અલગ અનામત આપી શકાય છે. ત્યારે આ ચુકાદા મામલે ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST) સાંસદોએ શુક્રવારે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી. આ મામલે કોઈ ફેરફાર ન કરવા રજૂઆત કરી હતી. જેને લઇ પીએમએ તેમને આશ્વાસન આપ્યું કે તેઓ આ મામલા પર ધ્યાન આપશે.

- Advertisement -
- Advertisement -

તાજેતરમાં સુપ્રિમ કોર્ટના જજોની પેનલ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં સબ કેટેગરી (વર્ગીકરણ) માટેની અનામત માટે મંજુરી આપી હતી જે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટીના SC – ST TI સાંસદોએ આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોઈ ફેરફાર ન કરવા સાંસદોએ લેખીતમાં પત્ર આપી રજુઆત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે આ વિચાર અને રાય માત્ર સુપ્રિમ કોર્ટનો જ છે જેમાં કેન્દ્ર સરકાર કે ભા.જ.પાની રાજ્યની સરકારો તથા ભા.જ.પા આવી કોઈ પણ બાબતનો સમર્થન કરતી નથી અને આવો કોઈ વિચાર પણ કરતી નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!