મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને આવેદન પાઠવી ઉમિયા સર્કલથી દલવાડી ચોકડી ડાબી બાજુ નો રોડ બનાવવા કરી છે.
મોરબી જિલ્લાનાં મનપા કમિશ્નરને કરવામાં આવેલ રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, ઉમિયા સર્કલથી દલવાડી ચોકડી વાળા રસ્તા પર સવાર અને સાંજના સમયે ટ્રાફિકનો બહુ જ રસ રહે છે, જેનાથી ટ્રાફિક નિયમન જળવાતું ન હોય જેના કારણે અવાર-નવાર અકસ્માતની પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે આ રોડ પરથી સવાર/સાંજ મોરબી તથા આજુબાજુ ગામડાઓના નાગરિકો તથા સિરામિક ઉદ્યોગકારો પસાર થાય છે, જેમના કિંમતી કલાકો આ રસ્તાના ટ્રાફિકમાં વેડફાય છે, રોજે રોજની આ પરેશાનીથી મોરબી શહેરના નાગરિકો તથા સિરામિક ઉદ્યોગપતિ તથા સાથે સંકળાયેલા સહુ કોઈ ત્રાસી જાય છે, આ પ્રશ્નના ઉકેલ માટે મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસો. દ્વારા માગણી કરાઈ છે કે, આ રસ્તો જે બનાવવાનો બાકી રહી ગયેલ છે. તેને જેમ બને તેમ ત્વરિત રોડનું કામ ચાલુ કરવાંમાં આવે અને મોરબીનો આ રોજેરોજનો પ્રશ્ન હલ થાય તેવી કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.