Thursday, September 19, 2024
HomeGujaratસીરામીક એસોસિએશનની મુખ્યમંત્રી સાથે બેઠક ફળી:ગેસના ભાવમાં ઘટાડો

સીરામીક એસોસિએશનની મુખ્યમંત્રી સાથે બેઠક ફળી:ગેસના ભાવમાં ઘટાડો

મોરબી સીરામીક એસોસિએશન ના હોદ્દેદારો દ્વારા અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતી માં બે દિવસ પેહલા સીરામીક ઉદ્યોગ ના પ્રશ્નો મામલે મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઇ હતી.

- Advertisement -
- Advertisement -

જે બેઠક બાદ ગઈકાલે મધરાત થી સીરામીક ઉદ્યોગ માં વપરાતા નેચરલ ગેસ ના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેમાં અલગ અલગ કેટેગરી પ્રમાણે ભાવ નક્કી કરવામાં આવ્યો છે જે મુજબ એક મહિના નો એમજીઓ (કરાર) કરનાર વપરાશકર્તા ને ૩.૫૦ રૂપિયા તેમજ ત્રણ મહિનાનો કરાર કરનાર વપરાશકર્તા ને ૫ રૂપિયા સસ્તો ગેસ મળશે.

અત્રે નોંધનીય છે કે છેલ્લા એક વર્ષ થી સતત ગેસમાં ભાવ વધારો થઈ રહ્યો હતો અને જેના કારણે સીરામીક ઉદ્યોગને ભાવવધારાનો કમરતોડ માર પડ્યો હતો જે મામલે અનેક વાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને રજૂઆતો પણ કરવામાં આવી રહી હતી ત્યારે ગઈકાલે ભાવમાં ઘટાડો આવતા સીરામીક એસોસિએશન દ્વારા રાજ્યસરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!