Saturday, July 27, 2024
HomeGujaratઆવતીકાલથી સિરામિક ફેકટરીઓ ધમધમશે: મોરબીમાં સિરામિક ઉદ્યોગો પરના પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરાઈ

આવતીકાલથી સિરામિક ફેકટરીઓ ધમધમશે: મોરબીમાં સિરામિક ઉદ્યોગો પરના પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરાઈ

બીપરજોય વાવાઝોડાને પગલે મોરબી જિલ્લા કલેકટરે સાવચેતીના ભાગરૂપે મોરબી અને શાપરમાં ઉદ્યોગો બંધ કરવા આદેશ આવ્યા હતા. તમામ ઉત્પાદન અને પ્રોસેસિંગ યુનિટ બંધ રાખવા મોરબી જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. ત્યારે બિપરજોય વાવાઝોડાના કારણે ઉઘોગ ઉપર લગાવેલ તમામ પ્રતિબંઘ મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા ઉઠાવી લેવામા આવે છે, જેથી હવે દરેક ઉદ્યોગકારો પોતાની ફેક્ટરી ચાલુ કરી શકશે. તેમજ લોડીંગ અન લોડીંગ પણ ચાલુ કરી શકશે.

- Advertisement -
- Advertisement -

કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં પૂર્વ મધ્ય અરબ સાગરમાં ઉદભવેલ ચક્રવાતી વાવાઝોડું “બીપારજોય” આગામી સમય દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા હોવાથી, હવામાન ખાતા દ્વારા આ વાવાઝોડા અન્વયે અગમચેતી રૂપે અસરગ્રસ્ત વિસ્તારો માટે સુચનાઓ પ્રસારીત કરેલ, તેમજ દરિયાકાંઠા વિસ્તારો માટે અતિ ભયસૂચક સિગ્નલ નં.૧૦ જાહેર કરવામાં આવેલ. મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ખુબ ભારે વરસાદ સાથે તિવ્ર પવન ફુંકાવાની તથા ઉંચા દરિયાઇ મોજાઓ ઉછળવાની શક્યતા હોવાથી, આ સમયે મોરબી જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ/ચક્રવાત અને હાઇટાઇડ ભરતીનાં મોજાથી જાનમાલને નુકશાન થતું અટકાવવા માટે અગમચેતીના પગલા લેવા અત્યંત જરૂરી હોય, જે અન્વયે અગમચેતીના પગલા રૂપે સંદર્ભ તળેના જાહેરનામાથી તા.૧૨/૦૬/૨૦૨૩ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી કેટલાક પ્રતિબંધો મુકવામાં આવેલ હતા. ભારત સરકારના હવામાન કેન્દ્ર, અમદાવાદના પ્રસિધ્ધ થયેલ “Weather Forcast Bulletin” મુજબ “બીપારજોય” ચક્રવાત સૌરાષ્ટ્ર અને કચ્છ થી ઉતર-પૂર્વ તરફ ધોળાવીરાથી ૨૦ કિ.મી. પશ્ચિમે અને ભુજથી ઉતર- ઉતરપૂર્વે ૮૦ કિ.મી. Latitude 23.9° N અને Longitude 70.0° E પર કેન્દ્રીત છે. તથા આ ચક્રવાત લગભગ ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી અને ટુંક સમયમાં ડીપ ડીપ્રેશનમાં તબદીલ થવાની સંભાવના હોય, જેથી મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જી.ટી.પંડયા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ)ના કાયદાની કલમ-૧૪૪ હેઠળ જાહેરનામાથી મુકવામાં આવેલ પ્રતિબંધો આજથી તાત્કાલીક અસરથી દૂર કરવા ફરમાવવામાં આવ્યું છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!