Sunday, November 24, 2024
HomeGujaratમોરબીમાં ૪૦૦ કરોડના ખર્ચે સીરામીક પાર્ક બનશે: એક્સપોર્ટ મીટ-૨૨માં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા

મોરબીમાં ૪૦૦ કરોડના ખર્ચે સીરામીક પાર્ક બનશે: એક્સપોર્ટ મીટ-૨૨માં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા

મોરબી -જેતપર-અણીયારી રોડના કામનું ટૂંક સમયમાં થશે ભૂમિ પૂજન:રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા

- Advertisement -
- Advertisement -

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા એક્સપોર્ટ મીટ-૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું.

એમ.એસ.એમ.ઈ. માટે કેન્દ્ર સરકારે ૬૦૦૦ હાજર કરોડના ખર્ચે શરૂ કરેલી યોજનાની વાત કરતા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, એમ.એસ.એમ.ઈ. આત્મનિર્ભર થશે તો મોરબી સિરામીક ઉદ્યોગ આત્મનિર્ભર થશે જેથી મોરબી, ગુજરાત અને ભારત આત્મનિર્ભર બનશે વધુમાં જણાવ્યું હતું કે, મોરબીમાં ૪૦૦ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સિરામીક પાર્ક આકાર લેશે અને એક્સપોર્ટ પોલિસીમાં ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન ની ભુમિકા પર ચર્ચા અન્વયે મંત્રીએ જણાવ્યું હતું કે, મોરબી સિરામીકના હાર્ડ સમા મોરબી-જેતપર-અણીયારી રસ્તાનું ટુંક સમયમાં ભુમી પૂજન કરાશે. બજેટમાં ડ્રોન ટેકનોલોજીમાં વધુ મહત્વ આપવામાં આવ્યું છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, ગુજરાતના ૫૦૦ થી વધુ આઈ.ટી.આઈ.માં ૨૪ પ્રકારના ડ્રોન ટેકનોલોજીના કોર્સ ૧લી ઓગસ્ટથી શરૂ કરાશે. તથા બજેટમાં મોરબીના શ્રમિકોની આવાસ સુવિધા માટે શ્રમનિકેતન (લેબર હોસ્ટેલ) પણ મંજૂર કરાવી છે.

 

આ પ્રસંગે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયાએ ઔદ્યોગીક સાહસિકોને ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનમાં જોડાવા અપીલ કરી ક્વૉલિટી ઉત્પાદન પ્રક્રિયા પર ભાર મુક્યો હતો.

આ પ્રસંગે ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના જનરલ ડાયરેક્ટર ડૉ. અજય સહાય, ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના વાઈસ પ્રેસિડન્ટ ખલીદ ખાન, ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના પ્રાદેશિક ચેરમેન નંદકિશોર કાગ્લીવાલ (વડોદરા), મોરબી સિરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા તેમજ વિશ્વનાથ શ્રીવાસ્તવ, જે.એમ. બિશ્નોઈ, કે.વી. મોરી, વિકાસ પ્રસાદ તેમજ ઔદ્યોગીક સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!