મોરબી સિરામિક ઉદ્યોગ પર હાલ માં મંદીના માહોલના કારણે માઠી અસર જોવા મળી છે. એક તરફ મંદી અને બીજી તરફ ભારે દંડના કારણે ઘણા યુનીટ બંધ થઇ ગયા છે. જેને લઈ થોડા સમય પહેલા મોરબી સિરામિક ઉધોગના પ્રશ્નો અઢળક પ્રશ્નોનો લઇને સિરામીક એસોશિએશન દ્વારા મુખ્યપ્રધાનની સાથે મુલાકાત કરીને સિરામિક ઉધોગના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી સાથે સાથે 2200 કરોડ થી વધુ ની રકમ હાલ મોરબી સિરામિક ઉદ્યોગની લોકોમાં રોકાયેલ છે જે પરત આપતા નથી આં ઉપરાંત મોરબી સિરામિક ઉધોગમાં થતા ફ્રોડને લઈને રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા મોરબીના સૌથી મોટાં પ્લાન્ટ ની ગણત્રીમાં આવતા ઇબિઝા સિરામિક ની ખાસ મુલાકાત લીધી હતી જેમાં સિરામિક યુનિટ નાં માલિક જીગ્નેશ કૈલા તેમજ અન્ય ભાગીદારો હાજર રહ્યા હતા અને જીગ્નેશ કૈલા એ મોરબી સિરામિક યુનિટો માં બનતી ટાઇલ્સ કઈ રીતે દેશ વિદેશ સુધી પહોંચે અને અને ટાઇલ્સ કાઈ રીતે બનાવવામાં આવે છે તેની પણ ઉંડાણપૂર્વક માહિતી આપી હતી જેમાં રેન્જ આઇજી અશોક કુમાર યાદવ પણ રસ દાખવી સમગ્ર માહિતી મેળવી હતી સાથે પણ મુલાકાત કરી હતી. જે બાદ આજે રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા સિરામિક યુનિટની મુલાકાત લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે હાલ રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ મોરબી જિલ્લાની ખાસ મુલાકાત પર છે ત્યારે મોરબી સિરામિક ઉદ્યોગ ને સ્પર્શતા તમામ પ્રશ્નો અને પોલીસ વેપારીઓની મદદ માટે હમેશાં તત્પર છે તેવો વિશ્વાસ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.