મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલી હિંમત ગ્લેઝ ટાઈલ્સની લેબર કોલોનીમાં રહેતા ૨૧ વર્ષીય અંકુશકુમાર રાજેશકુમાર દ્વ્રારે મૂળ નિવાસી ગામ ટરવાબીકુ બીલાવર જી.આરૈયા(યુ.પી.) વાળાએ કોઇ અગમ્ય કારણસર પોતાના રહેણાંક ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હસમુખભાઈ ગોરધનભાઈ ગામી રહે. મોરબી દ્વારા તાલુકા પોલીસને જાણ કરતા, પોલીસે અ. મોત રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.