લેબર કોલોનીમાં તબિયત બગડતાં હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ.
મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામે આવેલી નીયોલેક્ષ સેનેટરી લેબર કોલોનીમાં રહેતા રામનીવાસ અનંદી શીંગ ઉવ.૫૬ પોતાના લેબર ક્વાર્ટરમાં હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેમને તાત્કાલિક સમર્પણ હોસ્પિટલ મોરબી ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જે બાદમાં મોરબી સરકારી હોસ્પિટલ ખાતે મૃતદેહ લાવવામાં આવ્યો હતો. સમગ્ર મૃત્યુના બનાવ મામલે પોલીસે અ.મોતની નોંધ કરી છે.









