વાંકાનેર તાલુકાના માટેલ ગામે સીરામિક ફેક્ટરીના લેબર કવાર્ટરમાં શ્રમિક યુવકે ઝેરી દવા પી લેતા મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી માહિતી મુજબ, ગીગાભાઈ ભુપતભાઈ સીતાપરા ઉવ.૩૫ રહે.સનહાર્ટ સીરામિક માટેલ રોડ,તા. વાંકાનેર મુળ ગામ વાગડિયા તા. થાન જી. સુરેન્દ્રનગર વાળાએ તા. ૧૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ રાત્રીના આશરે આઠ વાગ્યાના અરસામાં પોતાના કવાર્ટરમાં કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. ગીગાભાઈને બેભાન હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તા. ૧૧ નવેમ્બરના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે પોલીસે આ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે









