મોરબીમાં સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મુલ્યે છત્રી પૂરી પાડવા તથા સ્માર્ટ હેન્ડ ટુલ કીટ તથા કાંટાળી વાડની યોજનાઓના મોરબી, ટંકારા અને માળિયા(મિં) તાલુકાના કલસ્ટરનો લોકાર્પણ કાર્યક્રમ આજે એ.પી.એમ.સી. મોરબી ખાતે પુરો થયો હતો.
મોરબી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ પ્રકારે સહાય કરતી સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત નાના વેચાણકારો અને ખેડૂતોને યોજનાઓના અધિકારપત્રો એનાયત કરવાના કાર્યક્રમનું આયોજન ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આગેવાની હેઠળની સરકાર ખેડૂતો કોઇપણ પ્રકારની મુશ્કેલીઓમાંથી બહાર લાવવા માટે સતત પ્રયત્નશીલ છે. ૧૯૯૧માં ઉદ્યોગનિતીને કારણે મોટા મોટાઉધોગમાં મોટા પાયે ફેરફાર આવેલ છે. મૂડીરોકાણને કારણે આ ફેરફાર જોવા મળેલ છે. મોરબીના ખેડુતને ગમે ત્યા પોતાનું અનાજ વેચવાનો અધિકાર છે. હવે સમય ખેડુતોની આવક બમણી કરવાનો છે. પ્રધાનમંત્રીશ્રીનો ઉદેશ આપણે સાકાર કરવાનો છે. ખેતિમાં આવેલ ટેકનોલોજી વિશે પણ વાત કરી હતી.
ખેડૂતોને ટેકનોલોજીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. શિક્ષીત ખેડુત દ્વારા ધણી જગ્યાએ મોબાઇલ ટેકનોલોજીનો ઉપયોગ કરી વેચાણ કરે છે. ખેતી આવકમાં થયેલ ભાવ ફેરફાર વિશે માહિતી આપી હતી. ખેડૂતોને નવા કાયદા પ્રમાણે વેચાણ અને કરાર કરી શકે છે. વિદેશમાં પણ ફુલોની ખરીદી થવા લાગી છે. ખેડૂતો ટેકનોલોજીનો લાભ લઇ શકે તે માટે જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇમોદી નવો કાયદો લાવ્યા છે શાબ્દિક સ્વાગત મોરબી જિલ્લાના નાયબ બાગાયત નિયામક એન.એમ. કામરીયાએ કર્યુ હતુ. તેમજ તેમણે યોજના અંગે માહિતી આપી હતી. કાર્યક્રમમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ નાના વેચાણકારો અને ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે સરકારનો ઉદેશ ખેડૂત આધુનિક ખેતિ કરી શકે એ છે. ખેડૂતોએ વાવેતરના આંકડા તલાટી કે ગ્રામ સેવક પાસે લખાવા જોઇએ. વધારે વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકશાન આપણે જોઇ શકીએ છીએ. ખેડુતોને સહાય આપવા માટે ૩૭ કરોડનુ પેકેજ જાહેર કરેલ છે આ કાર્યક્રમના રાજય કક્ષાએથી લાઇવ પ્રસારણમાં માનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના આગમાન બાદ તેમનું સ્વાગત રાજયકક્ષાના કૃષિમંત્રીએ કર્યુ હતુ. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ માનનીય મુખ્યમંત્રી યોજના વિશે માહિતી આપી લાભાર્થી ખેડૂતોને યોજનાના મંજૂરી પત્રો/હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું છેલ્લે કૃષિ વિભાગના સચિવશ્રી દ્વારા આભાર વિધી કરવામાં આવી હતી જ સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત સ્માર્ટ હેન્ડ ટુલ કીટસ, કાંટાળી વાડ તથા ફળ તથા શાકભાજી પાકોના બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મૂલ્યે છત્રી આપવાની યોજનાના લાભાર્થીઓને અધિકારપત્રો મહેમાનો દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા.