મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશ દ્વારા સિરામિક ઉદ્યોગકારો માટે ગ્રાઉન્ડ વોટર અંગે જાગૃતિ કાર્યક્રમ તથા ઇન્ટરએક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ મુદ્દાઓની વિગતવાર છણાવટ કરી માર્ગદર્શન અપાયું હતું.
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના હોલ ખાતે તારીખ 07/02/2026ના રોજ Central Ground Water Board (CGWB), WCR અમદાવાદથી પધારેલા અધિકારીઓની ઉપસ્થિતિમાં સિરામિક ઉદ્યોગકારો માટે એક મહત્વપૂર્ણ જાગૃતિ કાર્યક્રમ અને ઇન્ટરએક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં CGWBના અધિકારીઓ ડૉ. રતિકાંત નાયક (પ્રાદેશિક નિયામક), બિસ્વરૂપ મહાપાત્ર (સાયન્ટિસ્ટ), સદ્દામ હુસૈન (સાયન્ટિસ્ટ) તથા પ્રબોધ કુમાર કુશ્વાહા (STA) ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ટરએક્ટિવ સેશન દરમિયાન સિરામિક ઉદ્યોગકારોને ગ્રાઉન્ડ વોટર પરમિશન, NOC પ્રક્રિયા, શો-કોઝ નોટિસ સંબંધિત મુદ્દાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને, ગ્રાઉન્ડ વોટરનો ઉપયોગ ન હોવા છતાં જો શો-કોઝ નોટિસ આવી હોય તો તેને કેન્સલ કરવા માટે ઓનલાઇન પોર્ટલ પર ડેટા ફીલ કરવાની પ્રક્રિયા, ગ્રાઉન્ડ વોટર માટે NOC કેવી રીતે મેળવવી, તેમજ NOC પેન્ડિંગ હોય તો આગળની કાર્યવાહી શું કરવી જેવા મુદ્દાઓ અંગે અધિકારીઓએ સ્પષ્ટ અને ઉપયોગી માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સિરામિક ઉદ્યોગકારોની બહોળી હાજરી જોવા મળી હતી. કાર્યક્રમના અંતે એસોસિએશનના હોદ્દેદારો દ્વારા CGWBના અધિકારીઓનો આ મહત્વપૂર્ણ માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ જાગૃતિ કાર્યક્રમ અને ઇન્ટરએક્ટિવ સેશનને સફળ બનાવવા માટે મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના હોદ્દેદારોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.









