મોરબીમાં હાલ અતિ ગંભીર ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે, જે બનાવમાં શહેરના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ પારેખ શેરીમાં બાઇક સવાર દ્વારા વૃધ્ધાના ગળામાંથી આશરે દોઢ તોલાનો ચેઇન ખેંચીને બાઇક લઈને ભાગી ગયો હતો. ત્યારે ઘટના અંગે વૃધ્ધાના પરિવારજનો દ્વારા આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતા જે આધારે મોટર સાયકલ સવાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ત્વરિત તપાસની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ પારેખ શેરીમાં રહેતા ભારતીબેન દીપકભાઈ જમનાદાસ પારેખ ઉવ.૬૨ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં મોટર સાયકલ રજી.નં. જીજે-૧૦-ઈએ-૮૫૯૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગત તા.૦૪/૦૮ ના રોજ રાત્રીના ૮ વાગ્યાના અરસામાં ભારતીબેન કુબેરનાથ મંદિરે દર્શન કરવા ગયા હતા, ત્યારે આરોપી બાઇક ચાલક ત્યાં બેઠો હતો, જે બાદ ભારતીબેન દર્શન કરી પોતાના ઘરે પારેખ શેરીમાં જવા રવાના થયા એટલે થોડીવાર બાદ આરોપી બાઇક ચાલકે પ્રવિણસિંહના ઘરનું સરનામું પૂછ્યું હતું, જેના જવાબમાં ભરતીબેને કહ્યું કે તે કોઈ પ્રવિણસિંહને ઓળખતા નથી, જે બાદ ભારતીબેન પારેખ શેરીમાં ઘર પાસે પહોંચ્યા ત્યારે આ બાઇક ચાલક ત્યાં આવ્યો અને પીવાનું પાણી માંગતા, ભરતીબેને ઘરમાંથી પાણીનો ગ્લાસ ભરી આપ્યો, જે પાણી પીધા બાદ તુરંત બાઇક ચાલક ભરાતીબેનના ગાળામાં પહેરેલ આશરે દોઢ તોલાનો ચેઇન કિ.રૂ.૧,૦૫,૦૦૦/- ખેંચીને બાઇક ઉપર નાસી ગયો હતો.
ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ બાદ ભારતીબેન બુમાબુમ કરતા ઘરના સભ્યો તેમજ આજુબાજુ પાડોશીઓ એકઠા થયા હતા, તે દરમિયાન બગરતીબેનના દીકરા દ્વારા આજુબાજુ સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતા ઉપરોક્ત મોટર સાયકલના નંબર અંગે જાણ થઈ હતી, જે આધારે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપી ચેઇન સ્નેચર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.