હળવદ માર્કેટિંગયાર્ડની તમામ બેઠકો પર ભાજપ બિનહરીફ થતાં ચેરમેન અને વાઈસ ચેરમેન ની સર્વાનુમતે વરણી કરવામાં આવી.
સૌરાષ્ટ્ર-કચ્છમાં આગવું નામ ધરાવતા હળવદ માર્કેટિંગયાર્ડની ચૂંટણીમાં ભાજપની તમામ બેઠકો પર ભાજપ બિનહરીફ થઈ હતી. હળવદ માર્કેટ યાર્ડમાં ક્યારેય કોંગ્રેસ સત્તા પર આવ્યું નથી અહીં વર્ષોથી ભાજપે યાર્ડને પોતાના કબ્જામાં રાખ્યું છે.
માર્કેટિંગયાર્ડ હળવદમાં વર્ષોથી ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડના નવ નિયુક્ત ચેરમેન તરીકે રજનીભાઇ સંઘાણી અને વાઈસ ચેરમેન તરીકે કિશોરભાઈ દલવાડી ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
આ તકે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા,હળવદ ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોર,હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, માર્કેટીંગ યાર્ડ પુવૅ પ્રમુખ રણછોડભાઈ પટેલ,તમામ ચુંટાયેલા ડિરેક્ટર્સઓ સહિતના અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.