લોકોના અધિકાર નક્કી કરવા લાગ્યા મોરબી જિલ્લા પંચાયત ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા
દરેક લોકો વેરો ચૂકવતા હોય છે અને દરેક વિસ્તાર પછી તે ગ્રામ્ય હોય તો પણ અને શહેરી હોય તો પણ વિવિધ પ્રકારના વેરા ની વસુલાત થતી હોય છે અને ઘણા લોકો બેરો નથી ભરતા તો તેઓનો વેરો વ્યાજ સહિત વસૂલવા તંત્ર માહેર છે પરંતુ આ વેરો ભરનાર અને સરકારની તિજોરીમાં કરોડો રૂપિયા ભરનાર લોકો સાથે મત માટે થઈને અન્યાય કરતા નેતાઓ ના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે તેમ મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન દ્વારા રોડ માટે રજૂઆત કરનાર લોકોને ઉડાઉ જવાબ આપવામાં આવ્યો છે.
મોરબી ના વાવડી ગામ નજીક આવેલ ભકિતનગર સોસાયટી માં હજુ સુધી રોડ બન્યો નથી અને આ રોડ માટે સ્થાનિકો ગત ચૂંટણી વખતે પણ રજૂઆત કરી હતી અને દર વખતની જેમ રોડ બનાવી દેવાનો વાયદો પણ આપવામાં આવ્યો હતો છતાં પણ અનેક જગ્યાએ વારંવાર રજૂઆત કરવામાં આવી પણ રોડ તો ન જ બન્યો ત્યારે આમ રજૂઆત કરતા તેઓએ મોરબી જીલ્લા પંચાયતના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા સુધી પહોંચ્યા અને તેઓને રોડ માટે રજૂઆત કરી અને ચેરમેન એ પહેલા તો કહ્યું કે દસ મહિના થશે રોડ બનતા જે બાદ સ્થાનિક મહિલાએ કહ્યું કે વાંધો નહિ રોડ નહિ બને તો મત નહિ આપીએ તો ચૂંટણી વખતે ભાઈ સાહેબ બાપા કરી ને લોકો પાસે જતા મોરબી જીલ્લા પંચાયતના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા ને ગુસ્સો આવ્યો છે કહ્યું કે ધમકી આપોમાં વાંધો નહિ મત નહિ આપો તો કામ માટે પણ આવતા નહિ મત નહિ આપો તો કામ માટે આવવાનો અધિકાર પણ નથી એટલે હવે જિલ્લા પંચાયતના ચેરમેન કોને કેવો અધિકાર આપવો તે પણ નક્કી કરવા લાગ્યા છે અને આ સમગ્ર વાતચીતનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને જિલ્લા પંચાયતના ચેરમેન ના આ વર્તનને કારણે લોકમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.
મોરબી જિલ્લા પંચાયતના ચેરમેનનો વાયરલ વિડિયો જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો