Thursday, November 28, 2024
HomeGujaratચકચારી કિશન ભરવાડ મર્ડર કેસ : કમર ગની ને ગુજરાત ATS એ...

ચકચારી કિશન ભરવાડ મર્ડર કેસ : કમર ગની ને ગુજરાત ATS એ દિલ્હી થી ઝડપી પાડ્યો

ધંધુકા માં થયેલી ધાર્મિક પોસ્ટ બાબતે કિશન ભરવાડ ની ચકચારી હત્યા ના પડઘા સમગ્ર ભારતમાં પડ્યા છે ત્યારે આ હત્યા ના તાર ધંધુકા ,અમદાવાદ,મોરબી,રાજકોટ,મુંબઈ અને દિલ્હી સુધી જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું .

- Advertisement -
- Advertisement -

જેમાં ગઈકાલે મોરબી થી હથિયાર આપનાર અજીમ સમા ના ભાઈ  ને મોરબી સિટી બી ડિવિજ્ન પોલીસ દ્વારા  ઝડપી લેવાયો હતો અને બાદમાં  ગત સાંજે  મોરબી રાજકોટ હાઇવે પર મિતાણા પાસે થી હત્યા કરવા માટે વપરાયેલું હથિયાર આપનાર અજીમ સમાં ને રાજકોટ એસઓજી ની ટીમે ઝડપી લઈને એટીએસ ને સોંપ્યો હતો.

અને આજે ગુજરાત ATS ની ટિમ દ્વારા દિલ્હી માંથી કમર ગની ઉસ્માન કાદરી નામના મૌલવી ને ઝડપી લેવામાં આવ્યો હતો. કમરગની એ જ હત્યા કરનાર આરોપીઓ ને આ પ્લાન બનાવી આપ્યો હતો કમરગની આ પ્રકાર ના જેહાદી ષડયંત્ર કરવામાં માસ્ટર માઇન્ડ છે .  કમરગની TFI (તારીકફરોઘ-એ- ઇસ્લામ) નામના સંગઠન ચલાવે છે જે અને આ સંગઠન માં પાકિસ્તાન ની ત્રણ ચાર જેટલી સંસ્થાઓ પણ જોડાયેલ છે .મૌલવી કમરગની ઉસ્માન કાદરી દ્વારા અનેક વખત ભડકાઉ ભાષણ આપવામાં આવ્યા છે અને પછી ભડકેલા યુવાનો ને  સંપૂર્ણ મદદ પુરી પાડી ને આ પ્રકાર ની ઘટનાઓને અંજામ આપવામાં આવે છે.

અત્યાર સુધી માં ધંધુકા  હત્યા કેસ માં કુલ ૬ આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી છે .જેમાં એક અમદાવાદ નો મૌલવી અને એક મુંબઇ નો મૌલવી અને અન્ય બીજા ૪ શખ્સો ને ઝડપી લેવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!