મોરબીમાં સુવિધા મેળવવા આંદોલન કરવું જરૂરી મત આપવાથી કશું નહીં થાય તેવો ઘાટ સર્જાયો
મોરબીમાં ગઈકાલે નાની કેનાલ રોડ પરની આશરે દશ જેટલી સોસાયટીના રહેવાસીઓએ રોડ રસ્તા પર ખાડા થી કંટાળી ચક્કાજામ કર્યો હતો અને મોરબીના ઇતિહાસમાં પ્રથમ વખત શનાળા રોડ ત્રણ કલાક બંધ રહ્યો હતો ને બાદ તત્કાલીન ખાડા પૂરવાનું કામ શરૂ થયું હતું.
આ ચક્કાજામ ના પડઘા પડતા તાત્કાલિક કામ શરૂ કરાતા અન્ય વિસ્તારોના લોકો કે જે રજૂઆતો કરી ને થાકી ગયા હતા તેવા લાતીપ્લોટ વિસ્તારના વેપારીઓએ સારા રોડ રસ્તા બનાવવાની માંગ સાથે શનાળા રોડ પર રામચોકમાં ચક્કાજામ કર્યો હતો અને ત્યાં પણ ડેપ્યુટી કમિશનર દોડી ગયા હતા અને બપોરે ખાડા પૂરવાનું કામ શરૂ કરાવ્યું હતું.
ત્યારે મોરબીના પંચાસર રોડ પર સોસાયટીના રહેવાસી ઓએ પણ સારા રોડ રસ્તા ની માંગણી સાથે રાજકોટ કંડલા હાઈવે પર ચક્કાજામ કર્યો હતો અને ડેપ્યુટી કમિશનર ને સ્થળ પર બોલાવી ને તેઓની માંગણી પૂરી થાય ત્યાર બાદ હટવાની જીદ કરી હતી જોકે તંત્રે એ વહેલીતકે કામગીરી શરૂ કરાવવાની ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.
ત્યારે બીજી તરફ મોરબીના આલાપ પાર્ક વિસ્તારમાં પણ ખાડા ને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી હતી જે અંગે તેઓએ ચક્કાજામની ચીમકી આપી હતી જોકે ચક્કાજામ કરવાના સમય પહેલા જ મનપા તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
તો આ તમામ આંદોલનોમાં ક્યાંય પણ ભાજપના મોટા નેતાઓ દેખાણા નથી પરંતુ તંત્રને રેલો આવતા તાત્કાલિક કલેક્ટર અને મનપા કમિશનર તેમજ ડેપ્યુટી કમિશ્નર ની બેઠક યોજાઈ હતી અને લોકો સરળતાથી પોતાની રજૂઆત કરી શકે તે માટે અલગ અલગ વૉર્ડ પ્રમાણે કામેચારીઓની નિમણૂક કરવામાં આવી હતી અને તમામ ના નંબરો જાહેર કરવામાં આવ્યા હતા.જેથી હવે કોઈ પણ સમસ્યા હોય તો એ નંબરમાં જાણ કરે અને આવા ચક્કાજામ ન કરે તેવી કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી