રાજકોટ શહેરમાં બોલેરો વાહનમાં 80 હજારના ગાંજાનો જથ્થો સંતાડી શીવમ સોસાયટી શેરી નં.૩ માંથી નીકળેલો બોલેરો ચાલક એસોજીની ઝપડે ચડી ગયો હતો જેથી પોલસીએ બોલેરો, ગાંજો સહિતનો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધારી છે. મહત્વનું છે કે આ આરોપી અગાઉ પણ ગાંજો પ્રકરણમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.
રાજકોટ શહેરમાથી ગાંજાના દુષણને નાબૂદ કરવા અને ગાંજાનું સેવન કરતા અને વેચાણ કરતા ઇસમોનો કાયદાના પાઠ ભણાવવા અંગે ઉચ્ચ અધિકારીઓએ આપેલી સૂચનાને પગલે રાજકોટ શહેર એસ.ઓ.જી.ના પીએસઆઇ એમ.એસ.અંસારી, હેડ કોન્સ્ટેબલ મોહીતસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ જાડેજા તથા એ.એસ.આઇ. ભાનુભાઇ મીયાત્રા, કોન્સ્ટેબલ રણછોડભાઇ આલ, તથા હીતેષભાઇ પરમાર, ડી.જી.ઝાલા, રાજકોટ શહેરમાં નાઇટ પેટ્રોલીંગમા હતા.
આ દરમ્યાન શહેરના કોઠારીયા સોલવન્ટ પાસેના સીતારામ સોસાયટી મેઇન રોડની શીવમ સોસાયટી શેરી નં ૩ ના ખુણેથી ભાવેશ ઉર્ફે ચકો હીરાભાઇ સુરેલા (ઉ.વ .૪૧)વાળો બોલેરો લઈ પસાર થઈ રહ્યો હતો જે શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તેને અટકાવી તલાશી લીધી હતી આ દરમિયાન માલવાહ બોલેરોમાંથી ગાંજાનો ૮ કિલો ગ્રામ કિ.રૂ .૮૦૦૦૦ નો જથ્થો ઝડપાયો હતો આથી પોલીસે ગાંજાનો જથ્થો અને માલવાહક બોલેરો વાન નંબર જી.જે.૧૩.એ.ડબલ્યુ ૨૮૬૪ કિંમતરૂ.૪૦૦૦૦૦ /મળી કુલ રૂ . ૪૮૦૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી ભાવેશ અગાઉ પણ ગાંજોની હેરાફેરીમાં પોલિસ ચોપડે ચડી ચુક્યો છે. પોલીસે ધોરણસર કાર્યવાહી કરી આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકટ અંતગર્ત ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.