મોરબીના ચાચાપર ગામે અનુસૂચિત જાતી સમાજનાં લોકોને ફાળવવા માટે મોરબી જિલ્લા પંચાયત દ્વારા માંગણી કરાયેલ જમીન પર જિલ્લા કલેકટર અને ડીડીઓ ના માર્ગદર્શન હેઠલ ડીઆઇએલઆર દ્વારા માપણી પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી જેમાં માગણી મુજબની જમીન પર ગેરકાયદેસર દબાણ થયેલું જણાયું હતું.જેમાં ગઈકાલે ડીમોલીશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
મોરબી જિલ્લા પંચાયતના જણાવ્યા અનુસાર,ગઈકાલે તારીખ-૧૨/૯/૨૦૨૩ ના રોજ મોરબી તાલુકાના ચાંચાપર ગામે મોરબી જીલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા માર્ગદર્શન હેઠળ મહેસુલ વિભાગના નાયબ મામલતદાર (દબાણ), રેવન્યુ તલાટી તથા જિલ્લા પંચાયત તળેના તલાટી કમ મંત્રી તેમજ ચાંચાપર ગામના સરપંચ અને ઉપસરપંચની ટીમ દ્વારા ચાંચાપર ગામે ઘર વિહોણા લાભાર્થીઓ માટે ૧૦૦ ચોરસ વારના પ્લોટના લાભાર્થીઓ માટે ગામતળ નીમ કરવા માટે દરખાસ્ત કરેલ સવાલવાળી જમીનની બાજુની જમીનમા ડીઆઈએલઆર દ્વારા માપણી કરવામાં આવી હતી જેમાં સર્વેનં.૮ પૈકીના ખાતેદાર ત્રિભોવનભાઇ મોરભાઇ પટેલ તથા અલ્પેશભાઇ ભુદરભાઇ હોથી દ્વારા લિમ્બુના ઝાડનુ વાવેતર, આગળની બાજુ ફેંસીંગ તેમજ પાછળની બાજુ પાકી દિવાલ કરી કરેલુ આશરે ૪૨૦૦ ચો.મી.નુ દબાણ થયાનું સામે આવ્યું હતું જેને દુર કરવામા આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજય સિંહ જાડેજાના જણાવ્યા મુજબ, આ જગ્યામા ટુંક સમયમા ૧૦૦ ચો.વાર માટે લાયકાત ધરાવતા ઘર વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ફાળવવાની કામગીરી હાથ ધરવામા આવશે.