ભારત સરકારના રેલવે મંત્રાલય રિકૃતમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ ડી લેવલે ૧ ની એસ.એસ.સી./ આઇ. ટી.આઇ. / ડિપ્લોમા પાસ થયેલ ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ઉમેદવારો માટે ૧૪ જેટલી વિવિધ અલગ અલગ ટેકનીકલ પોસ્ટ થી કુલ ૩૨,૪૩૮ જગ્યાની જાહેરત પ્રસિદ્ધ કરાઈ છે. ત્યારે મોરબી જિલ્લા પંચાયત દ્વારા અલગ અલગ શૈક્ષિણક સંસ્થાઓ ના સહકારથી તા. ૧૫/૦૬/૨૦૨૫ ના રોજ વિનામૂલ્યે મોક ટેસ્ટનું આયોજન કરાયું હતું. જે મોક ટેસ્ટ હવે તા. ૨૯/૦૬/૨૦૨૫ ને રવિવારના રોજ યોજવામાં આવશે. જેથી વિદ્યાથીઓ તા. ૨૮/૦૬/૨૫ સુધીમાં જિલ્લા પંચાયત મોરબી ની વેબ સાઈટ ઉપરથી લિંક દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
ભારત સરકારના રેલ્વે મંત્રાલયના રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા Group–D (Level-1) ની એસ.એસ.સી./આઈ.ટી.આઈ./ડિપ્લોમા પાસ થયેલ હોય તેવા અને ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ઉમેદવારો માટે ૧૪ જેટલી અલગ અલગ ટેકનિકલ પોસ્ટની કુલ ૩૨,૪૩૮ જગ્યા માટેની ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં વેસ્ટર્ન ઝોન અમદાવાદ માટે ૪,૬૭૨ જેટલી અલગ અલગટેકનિકલ પોસ્ટની જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારોને વધુમાં વધુ રોજગારી મળી રહે અને યુવા વર્ગ સરકારી સેવામાં જોડાઇ પગભર બને તેવા શુદ્ધ હેતુથી જિલ્લા પંચાયત કચેરી દ્વારા મોરબી જિલ્લાની અલગ અલગ ખ્યાતનામ શૈક્ષણીક સંસ્થાઓના સાથ સહકારથી અગાઉ તા.૧૫/૦૬/૨૦૨૫ને રવિવારના રોજ સવારના ૧૦.૩૦ થી ૧૨.૦૦ વાગ્યા સુધી જિલ્લામાં ત્રણ જેટલા પરીક્ષા કેન્દ્રો પર વિનામૂલ્યે મોક ટેસ્ટ લેવાનું આયોજન કર્યું હતુ. જેમાં મોરબી, માળીયા અને ટંકારા તાલુકાના ઉમેદવારો માટે શ્રી યુ.એન. મહેતા આર્ટસ કોલેજ, નજર બાગ ભડિયાદ રોડ મોરબી ખાતે, વાંકનેર તાલુકાના ઉમેદવારો માટે ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલીત શ્રીમતી ઈન્દુબેન લલીતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજ, શ્રી અમરસિંહજી હાઇસ્કૂલ, તાલુકા પંચાયત રોડ, વાંકાનેર ખાતે અને હળવદ તાલુકાના ઉમેદવારો માટે સાંદીપની ઈંગ્લીશ સ્કુલ, મોરબી-માળીયા ચોકડી પાસે, હળવદ ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે હાલમાં ગ્રામ પંચાયતોની ચુંટણીઓને તથા તા.૧૫/૦૬/૨૦૨૫ના રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાનાર લોકરક્ષક સંવર્ગની લેખિત પરીક્ષાને ધ્યાને લઈ જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી માટેની તા.૧૫/૦૬/૨૦૨૫ ના રોજ યોજાનાર મોક ટેસ્ટ-૨ હવે પછી આગામી તા.૨૯/૦૬/૨૦૨૫ ને રવિવારના રોજ અગાઉના નિર્ધારીત આયોજન મુજબ યોજવામાં આવશે. જે કોઈ પાત્રતા ધરાવતા ઉમેદવારો મોક ટેસ્ટ આપવા ઇચ્છતા હોય તો તેઓએ તા.૨૮/૦૬/૨૦૨૫ સુધીમાં જિલ્લા પંચાયત મોરબીની વેબસાઇટ ઉપર મુકેલ લીંક પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે તેમ જિલ્લા પંચાયત મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે.