Monday, January 6, 2025
HomeGujaratહળવદની થશે કાયાપલટ : સરકાર દ્વારા વિવિધ વિકાસનાં કામોને અપાઈ મંજૂરી

હળવદની થશે કાયાપલટ : સરકાર દ્વારા વિવિધ વિકાસનાં કામોને અપાઈ મંજૂરી

હળવદ નગરપાલિકા દ્વારા મોદી 3.0 સરકાર બનતાની સાથે જ વિકાસની હારમાળા રચવામાં આવી છે. જેમાં હળવદ નગરપાલિકા દ્વારા હળવદ તાલુકા માટે વિવિધ વિકાસનાં કામોને મંજૂરી આપવામાં આવી છે. જેથી હવે એવું લાગી રહ્યું છે કે, ટૂંક જ સમયમાં હળવદની કાયાપલટ થવાની છે.

- Advertisement -
- Advertisement -

હળવદ નગરપાલિકા દ્વારા શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરતા 2 ગાર્ડનનું રી-ડેવલપમેન્ટ કરવામાં આવશે. જે અંતર્ગત સામંતસર તળાવની બાજુમાં 1.28 કરોડના ખર્ચે તેમજ માધાપર ગાર્ડન 35 લાખના ખર્ચે રી-ડેવલપ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત હળવદ શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા 42 કરોડનો નલ સે જલ પ્રોજેકટ સરકાર દ્વારા મંજુર કરાયો છે. આ પ્રોજેકટ અંતર્ગત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP), ESR, પંપિંગ મશીનરી, મેઈન લાઈન મંજુર કરી બ્રાહણી 2 ડેમમાંથી પાણી મેળવવામાં આવશે. આગામી ટૂંક સમયમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મીશન, ગાંધીનગર દ્વારા નલ સે જલ પ્રોજકટ માટે ટેન્ડર કરવામાં આવશે. આ ઉપરાંત 2 વોટર એટીએમ મશીનની ખરીદી કરવામાં આવી છે. તેમજ હળવદ નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરથી વંચિત વિસ્તાર માટે UGD ફેઝ-2 સરકાર દ્વારા મંજુર કરાયો છે. આ પ્રોજેકટ અંતર્ગત 6.92 કરોડના ખર્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં 300 હાઉસ ચેમ્બર, 9.61 KM નવી ભૂગર્ભ ગટર લાઈન, 1.67 KM જૂની લાઈનનું રિપ્લેસમેન્ટ, 1.27 KM પંપિંગ મેઈન લાઈન, પંપિંગ સ્ટેશન, વિવિધ મશીનરી સહિતની 2 વર્ષ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાશે. આ પ્રોજેકટ માટે ટેન્ડર હાલ ઓનલાઈન પ્રસિદ્ધ કરાયું છે. તેમજ હળવદ શહેરમાં સ્વચ્છતા જાળવવા 40,000 ટન લેગસી વેસ્ટનો નિકાલ કરી ડંપિંગ સાઇટ કચરા મુક્ત કરાઈ તેમજ દૈનિક ઉત્પન્ન થતા કચરાનું દૈનિક પ્રોસેસિંગ કરવા માટેનો પ્રોજેકટ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બનાવાયો છે, જે હાલ મંજૂરી માટે વડી કચેરી મોકલાયો છે.

આ ઉપરાંત મીની લોડરની ખરીદી, માર્કેટ માટે 80 જેટલા સ્ટીલ ડસ્ટબિનની ખરીદી કરવામાં આવી જે આગામી સમયમાં શહેરની મુખ્ય બજારોમાં લગાવવામાં આવશે. સરા ચોકડીએ એસ્પીરેશનલ ટોયલેટ બનાવવા માટે વર્કઓર્ડર અપાયો છે. તેમજ અન્ય 2 જગ્યાએ પબ્લિક ટોયલેટ બનાવવા માટે DPR બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. આ ઉપરાંત ટૂંક સમયમાં જ રોટરી કલબ ઓફ હળવદ સાથે મળી ધ્રાંગધ્રા દરવાજે યુરિનલનું રીનોવેશન કરવામાં આવશે. તેમજ શહેરીજનોની રોજબરોજની ફરિયાદોના નિવારણ માટે 02758 261-432 લેન્ડલાઈન નંબર શરૂ કરાયો છે. આ અંતર્ગત 3000+ ફરિયાદોનું સોલ્યુશન કરવામાં આવ્યું છે. હળવદ નગરપાલિકા દ્વારા તમામ શહેરીજનોને આ માધ્યમથી જ ફરિયાદ લખાવવા અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત આગામી આયોજનમાં આગવી ઓળખ યોજના અંતર્ગત સામંતસર લેકનું 6 કરોડ રૂપિયાના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે. જયારે જન ભાગીદારી યોજના અંતર્ગત ખાનગી સોસાયટીઓમાં સ્ટ્રીટલાઈટ-પાણીની લાઈન-ગટર વ્યવસ્થા-રોડ રસ્તાનું નિર્માણ કરવામાં આવશે. જે માટે સર્વે અને ડિટેઈલ એસ્ટીમેટ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા દરેક ખાનગી સોસાયટીના રહેવાસીઓને અપીલ કરવામાં આવે છે. આઉટ ગ્રોથ એરિયા ગ્રાન્ટ અંતર્ગત શહેરના નવા વિકસતા વિસ્તારોમાં રોડ નેટવર્ક બનાવવામાં આવશે. જે માટે સર્વેની કામગીરી હાલ પ્રગતિમાં છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!