નવી દિલ્હી : નવા વર્ષની શરૂઆતની સાથે જ હવે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે. તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં આરબીઆઈ દ્વારા બદલાવ કરવામાં આવી રહ્યો છે. 1 જાન્યુઆરી 2021થી આ નિયમોમાં લાગુ થતા હવે તમે કોન્ટેક્ટલેસ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા વધારે ચુકવણી કરી શકશો.
હકિતતમાં One Nation One Cardની સ્કિમ હેઠળ ભારતીય કંપની RuPay દ્વારા કૉન્ટેક્ટલેસ ક્રિડેટ કાર્ડસ બહાર પાડવામાં આવ્યા હતા. આ કાર્ડ દ્વારા તમે પબ્લિક ટ્રાન્સપોર્ટથી લઈને શૉપિંગ મૉલ સુધી ક્યાંય પણ પેમેન્ટ કરી શકો છો.
હકિકતે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આ મહિનાની શરૂઆતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે હવે 1 જાન્યુઆરીથી તમે તમારા ડેબિટ કે ક્રેડિટ કાર્ડમાંથી પીન નંબર નાખ્યા વગરના વ્યવહારોમાં 2,000 રૂપિયાના બદલે 5000 રૂપિયા સુધીનું ચુકવણું કરી શકશો. અત્યારે આ લિમિટ 2000 રૂપિયાની છે.
કૉન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન દ્વારા કાર્ડધારકને પોતાનું કાર્ડ મશીનમાં સ્વેપ કરાવવાની કે પછી પીન નંબર મૂકીને વ્યવહાર કરવાની ફરજ પડતી નથી. આ કાર્ડમાં એક ચીપ આપવામાં આવે છે જેના દ્વારા તે સુધી રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેકનિક કાર્ડને મશીન પાસે લઈ જાય તો પેમેન્ટ આપોઆપ થઈ જાય છે.