હળવદના ચરાડવા સ્વામિનારાયણ મંદિરના સ્વામી ધર્મવલ્લભ સ્વામીને ડીડીઓ પરાગ ભગદેવ, મુખ્ય જિલ્લા આરોગી અધિકારી કાતિરા, જીલ્લા પંચાયત ચરાડવા બેઠકના સદસ્ય પ્રવીણભાઇ સોનાગ્રાની હાજરીમાં કોરોના સામે ક્ષણ આપતી કોવીશિલ્ડ વેક્સીન આપવામાં આવેલ હતી. આ તકે સ્વામી દ્વારા ગ્રામજનોને પણ કોવીશિલ્ડ વેક્સીન લેવા માટે અપીલ કરવામાં આવેલ છે. અને વધુમાં વધુ લોકો સરકારનો આ મહાઅભિયાનમાં જોડાય અને બહોળા પ્રમાણમાં વેક્સિન લેવા આવે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.