ટંકારા પોલીસ મથકમાં ચરાડવાના યુવકે બે મહિલા તથા એજન્ટ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
ટંકારા પોલીસ મથકમાં હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા ૪૦ વર્ષીય યુવકે રાજકોટની બે મહિલા તથા સુરેન્દ્રનગર જિલ્લાના પીપળા ગામના એક ઈસમ એમ કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ લગ્ન પેટે ૧ લાખ રૂપિયા લઈ છેતરપિંડી આચર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે વણકરવાસમાં રહેતા મુકેશભાઈ ડાયાભાઇ સોલંકી ઉવ.૪૦ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી મુકેશભાઇ જીવાભાઇ ચાવડા રહે.પીપળા તા.ધાગધ્રા જી.સુરેન્દ્રનગર તથા આરોપી તુલશીબેન ગોસાઇ અને જોશનાબેન રહે.બંન્ને રાજકોટ એમ કુલ ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી કે ગઈ આરોપી મુકેશ ચાવડાએ લગ્ન માટે આરોપી બંને મહિલા તુલસીબેન અને જોશનાબેનને મળાવી ફરિયાદી મુકેધભાઈ સોલંકીને ગઈ તા.૨૯/૧૧ના રોજ આરોપી તુલસીબેન સાથે ટંકારાના જીવાપર ગામે આવેલ કંટાળાવાળા મેલડી માતાજીના મંદીરે લગ્ન (ફુલહાર) કરાવી અને આ લગ્ન (ફુલહાર) પેટે આરોપીઓએ ફરિયાદી મુકેશભાઈ સોલંકી પાસેથી રુપીયા ૧ લાખ લીધેલ હતા. જ્યારે લગ્નના બીજા જ દિવસે આરોપી તુલસીબેન જતા રહેલ હતા. ત્યારે ફરિયાદી મુકેશભાઈએ તમામ ત્રણેય આરોપીઓને ફોન કરતા એકેય આરોપીના ફોન લાગેલ ન હોય, જેથી ફરિયાદીને પોતાની સાથે ૧ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા તુરંત ટંકારા પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ફરિયાફી મુકેશભાઈ સોલંકીની ફરિયાદના આધારે બે મહિલા સહિત ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી તેઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.