Tuesday, January 7, 2025
HomeGujaratમોરબી જીલ્લામાં હાઇવે ઉપર રોંગ સાઇડ ચાલતા વાહન વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસની...

મોરબી જીલ્લામાં હાઇવે ઉપર રોંગ સાઇડ ચાલતા વાહન વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસની “ચેકિંગ ડ્રાઇવ”

રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવની સુચના મુજબ ટ્રાફિક નિયમોની અમલવારી કરવા જણાવેલ હોય જેથી મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રીપાઠીના સુચના અને માર્ગદર્શન હેઠળ વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા સારૂ વાહન ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જીલ્લામાં હાઇવે ઉપર રોંગ સાઇડ ચાલતા વાહન વિરૂધ્ધ મોરબી જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં તા.૦૨/૦૧/૨૦૨૫ થી તા.૦૩/૦૧/૨૦૨૫ સુધી “વાહન ચેકિંગ ડ્રાઇવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોંગ સાઇડ ચાલતા વાહનો તથા ડાર્ક ફીલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો વિરૂધ્ધ કડક કાર્યવાહી તેમજ ટ્રાફિક ભંગ કરતા વાહનો હોય તેવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવ રાખવામાં આવી હતી અને આ ડ્રાઇવ દરમ્યાન સઘન વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઇવમાં સરપ્રાઇઝ વાહન ચેકિંગ ડ્રાઇવમાં કુલ ૧૦૨૮ વાહનો ચેક કરવામાં આવ્યા હતા. તેમજ ફોર વ્હીલરમાં બ્લેક ફીલ્મ લગાડેલ વાહન ચાલકો સામે કુલ ૧૭ કેસ કરી સમાધાન શુલ્ક કેશો કરવામાં આવ્યા છે. નંબર પ્લેટ વગરના તથા ફેન્સી તુટેલી નંબર પ્લેટના કેશો વાહન ચાલકો સામે કુલ ૫૭ કેસો કરવામાં આવ્યા હતા. રોગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ કુલ ૨૬ ગુના રજીસ્ટર કરવામાં આવ્યા છે. તેમજ અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ કુલ ૧૧ ગુના રજીસ્ટર કરવામાં આવ્યા છે. ડ્રંક એન્ડ ડ્રાઇવ (નશો કરી વાહન ચલાવતા) વાહન ચાલક વિરૂધ્ધ કુલ ૦૨ ગુના રજીસ્ટર કરવામાં આવ્યા છે. તેમજ સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન કુલ રૂ.૧,૭૨,૪૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમોનોનુ પાલન કરાવવા માટે તેમજ મોરબી જીલ્લાના લોકોની સલામતી અને જીલ્લામાં શાંતીનો માહોલ જળવાઈ રહે તેમજ મોરબી જીલ્લામાં ટ્રાફિક વ્યવસ્થા અને ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા તેમજ મોરબી શહેરમાં વન-વે રોડ, એક-બેકી પાર્કિંગ વ્યવસ્થા તેમજ સમયાંતરે પ્રસિધ્ધ કરવામાં આવતા જાહેરનામાઓનું લોકો પાલન કરે તેની અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!