Friday, January 10, 2025
HomeGujaratભારત-પાકિસ્તાન મેચને લઈ મોરબી પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાઈ

ભારત-પાકિસ્તાન મેચને લઈ મોરબી પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાઈ

આજે અમદાવાદમાં વર્લ્ડકપ-૨૦૨૩માં ક્રિકેટની બે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાનાર છે ત્યારે દેશભરમાં ક્રિકેટ ફિવર છવાયો છે. આજે વર્લ્ડ કપની ૧૨મી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે દોઢ વાગ્યે શરુ થશે. આ હાઈ વોલ્ટેજ મેચને લઈ મોરબી પોલીસ પણ સતર્ક થઇ છે.

- Advertisement -
- Advertisement -

આગામી નવરાત્રી તહેવાર નિમિત્તે તથા આજે ભારત પાકિસ્તાન મેચ સંદર્ભે ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ નવરાત્રીના સ્થળે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ તથા વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. જયારે વાહન ચેકીંગ દરમ્યાન બ્લેક ફિલ્મ તથા નંબર પ્લેટ વગરના વાહનો તથા બુલેટ મોટરસાયકલમાં મોડીફાઇ સાઇલેશન ફિટ કરી ફટાકડા ફોડતા બુલેટ ચાલકો વિરુદ્ધ વાહનો ડિટેયન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ નવરાત્રીના તહેવાર નિમિત્તે દરરોજ આવા બુલેટ મોટરસાયકલ ચાલકો તથા રોમીયોગીરી કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેવું મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!