વાંકાનેરના રાજકુમાર અને ભારતનું ગૌરવ મહારાજ કુમાર (એમ.કે) રણજીતસિંહનો જન્મ વાંકાનેરમાં ૧૯૩૯ માં થયો હતો. જેઓ ભારતના ચિતામેન તરીકે પ્રખ્યાત છે.ભારતમાં ચિતાઓ આવ્યા તેની પાછળ રણજીતસિંહએ ઘણી મહેનત કરી છે. 1970 થી ભારતમાં ચિતાઓ લાવવા માટે વાઈલ્ડ લાઈફ એકટને વિકસાવવા પોતાનું જીવન ઘસી નાખ્યું હતું. પરંતુ હાલ ઘણા ચિતાઓ મૃત્યુ પામ્યા છે. જેને લઈને આજે ચિતા મેન સાથે વાત કરીએ અને જાણીએ કે ક્યાં કારણોસર ચિતાઓ મૃત્યુ પામ્યા છે.
રણજીતસિંહએ UPSC ક્લિયર કરી ગુજરાતમાં પોસ્ટિંગ મેળવવાને બદલે દેશના સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવાતા મધ્યપ્રદેશમાં પોસ્ટિંગ મેળવ્યું હતું અને મધ્યપ્રદેશને કર્મભૂમિ બનાવી વાઈલ્ડ લાઈફને લઈને ઘણા બધા નિર્ણયો તેમને કર્યા હતા. પોતે વાંકાનેરના રાજપરિવારમાંથી આવતા હોવાથી રાજપરિવારમાં શિકારનું ખાસ મહત્વ હોવાથી નાનપણથી જંગલો પ્રત્યે વધારે પ્રેમ હોવાનું જણાવે છે, અને તેમણે પોતાની અનેક બાળપણની યાદો પણ સાચવી રાખી છે. તેમજ આઝાદી પછી જંગલ (વાઈલ્ડ લાઈફ)ને બચાવવા માટે બે ગામ ખાલી કરાવ્યા હતા. તેમજ તેમણે ચિતાઓને ભારત લાવવા માટે એડી ચોટીનું જોર લગાડ્યું હતું. તેથી જ તેમને ભારતના ચિતા મેન તરીકે ઓળખવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નાનપણમાં સાંભળ્યું હતું કે ભારતના છેલ્લા ચિતાઓના છત્તીસગઢમાં આવેલ કોરિયામાં મોત થયા છે. ત્યારે જ વિચાર આવ્યો હતો કે આવું ન થયું જોઈતું હતું. ત્યારે કઈ ન કરી શક્યો પરંતુ 1972 માં વાઈલ્ડ લાઈફ ડિરેક્ટર બનતા વાઈલ્ડ લાઇફ એક્ટ બનાવ્યો હતો અને તેમાં ચિતાનો સમાવેશ કર્યો હતો. પરંતુ તેમણે ચિતાઓનો નાશ થયો તેવું માન્યું જ ન હતું. અને ચિતાને ભારતમાં પરત લાવવા માટેના પ્રયાસો 1970 થી શરુ કરી દીધા હતા. સૌથી વહેલા રંજીતસિંહે ઈરાન સાથે વાત કરી હતી. વડાપ્રધાને મંજૂરી આપી અને તેમની પાસેથી ચિતા લઈને એશિયાઈ સિંહો આપવાની ડીલ થઇ હતી પરંતુ ઈરાનમાં રાજાશાહી પૂર્ણ થતા લોકશાહી આવી અને ભારતમાં ઇન્દિરા ગાંધી મૃત્યુ પામતા ડીલ કેન્સલ કરાઈ હતી. તેમજ પોતે સેન્ટ્રલ વાઈલ્ડ લાઈફમાં હતા અત્યારે વિચાર આવ્યો હતો કે ગુજરાતમાં ધોળાવીરા પાસેના ખડીરમાં ચિતા લાવીએ કારણે કે ત્યાં જંગલ હતું અને ઘણા બધા જાનવર પણ હતા તેથી ચિતાને બહાર જવાની જરૂર પણ ન પડે પરંતું તે અપગ્રેડ ન થઇ શક્યું તે ઉપરાંત અનેક સજેશન પણ આપ્યા છતાં કોઈ કારણોસર કામગીરી ન થઇ. વધુમાં તેઓ કહે છે કે ચિતાઓ રાત કરતા દિવસે રખડવાનું વધુ પસંદ કરે છે. પરંતુ જંગલ વિસ્તાર ખેતી માટે આપી દેવાતા ચિતા સિંહની જેમ છુપાઈને નથી ફરતા તેઓને ખુલ્લામાં ફરવું વધુ અનુકૂળ આવે છે. અને તે જ કારણે તેઓ ધીરે ધીરે નાશ પામ્યા. આપણે માણસોએ બનાવેલી વસ્તુઓને હેરિટેજ માનીએ છીએ તેથી તેને સાચવીએ છીએ પરંતુ કુદરતે બનાવેલ જંગલો, નદીઓ અને પ્રાણીઓને હેરિટેજ નથી માનતા તેથી જઆપણે સાચવતા નથી અને ચિતાઓનો નાશ થયો.
15 મી સદીમાં દેશના સૌથી વધુ ચિતા પાટણમાં હતા. તેમની પાસે 6 થી 7 પ્રકારના ખોરાક લઇ શકે તેવા જાનવર હતા, અકબરના કાર્યકારમાં 10 હજાર ચિતાઓ હતા. જે 16મી સદીથી 20 સદીમાં શૂન્ય થઇ ગયા. 1947 માં સૌરાષ્ટ્રમાં 80 હજાર વધારે કાળીયાર હતા જે 10 થી 12 વર્ષમાં 2000 થી ઓછા થઇ ગયા અને કાળીયાર પણ લુપ્ત ના આરે આવી ગયા. તેથી ચિતાઓનો કોરાક પૂરો થતો ગયો તેમ ચિતાઓ ભૂખને કારણે પણ મૃત્યુ પામ્યા અને જમીન અને ખોરાકને કારણે બંનેના નાશે પ્રાણીઓનો નાશ કર્યો તેમ પણ જણાવ્યું હતું. 1970 થી ચિતાઓ ભારતમાં લાવવા માટે પ્રયન્ત કરતા અંતે ગયા વર્ષે ભારતમાં ચિતાઓ આવતા દેશભરના લોકો ખુશ થયા હતા. ત્યારે રણજિતસિંહે કહ્યું હતું કે ભારતમાં ચિતા આવતા તે મારા માટે એન્ડ ઓફ ધ બિંગનિંગ હતું. ચિતા ભારતમાં આવે અને ત્રણ -ચાર જગ્યાએ વસે અને યતેમની વસ્તી થાય એમની પ્રજાતિ વિસ્તરે ત્યારે મને શાંતિ થશે. ખાલી પિંજરામાં લાવવા માટે મેં આટલા વર્ષો મહેનત નથી તેમ પણ સ્પષ્ટ જણાવી દીધું હતું. ચિતાઓ આવ્યા તે તેમની ખુશી લમ્બો સમય સુધી તાકી નહિ કારણે કે ઘણા બધા ચિતાઓ મૃત્યુ પામ્યા છે. ત્યારે તેમણે જણાવ્યું હતું કે આપણે ચિતાઓ લાવ્યા તો તમને શીખવાની શરમ શું આવે ? ચિતા બાબતે નામિબિયા, આફ્રિકા નિપુર્ણ છે તો આપણે તેમની પાસેથી શીખવું જોઈએ જેથી આપણે ચિતા બચાવવા એક્સપર્ટ તરીકે ઈરાનમાં પણ જઈ શકીએ. પરંતુ તે અંતે આપણે શીખીએ તો ખરા તો આપણે ચિતાને બચાવીએ. અને તેમણે વધુમાં જણાવ્યું કે ચિતાઓના મોત થયા તેની પાછળ જ્ઞાનનો અભાવ હતો. જો આપણી પાસે નોલેજ હોત તો ચિતાઓના મોતને નિવારી શકાય તેમ હતું. તેમને કોઈ સિંહ કે દીપડાએ કે માણસે નથી માર્યા કે નથી તેઓ કુદરતી રીતે મર્યા. તે તમામ ચિતાઓ રોગથી મર્યા છે. ગળાના ખરાબ કોલરના કારણે મર્યા છે. આપણી પાસે નોલેજ ન હતું જો શીખ્યા હોત તો આપણે ચિતાઓને બચાવી શક્યા હોત. આપણા અધિકારીઓ હોશિયાર છે જો તેમણે તાલીમ લીધી હોત તો ચિતાઓને બચાવી શકયા હોત. ચિતાઓ સ્પેશિયલ પ્રાણી છે. તેમને બ્રીડીંગ, એક્ટિવિટી સહિતની ચોક્કસ પ્રકારની જરૂરિયાતને પૂર્ણ કરી હોત તો ચિતાને બચાવી શકાયા હોત. ખરાબ કોલરના કારણે સડો થઇ જાય અને લોકોને ખબર ન પડે ? જેને લઈને વધારે કહેવા માંગતો નથી પરંતુ હતાશ થવાની વાત છે તેમ તેમણે જણાવ્યું હતું.