મોરબીમાં આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે સર્વ હિન્દૂ સંગઠન, વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં જેલ ચોક ખાતે શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી.
મોરબી શહેરમાં આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સર્વ હિન્દૂ સંગઠન, વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ત્યારે સાંજે છ વાગ્યે સબજેલ ચોક સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ સર્કલ ખાતે શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે તમામ સંગઠનના કાર્યકર્તાઓએ એકતા અને હિન્દૂ સંસ્કૃતિના ગૌરવને આગળ વધારવા માટે સંકલ્પ લીધો હતો.