મોરબીમાં મજૂરી કામ અર્થે આવેલ પરપ્રાંતિય પરીવારને મોરબીમાં મજૂરી ન મળતા તેમને માદરે વતન પરત ફરવાનો આવ્યો હતો. પરંતુ દુર્ભાગ્યવશ તેમની પાસે મુળી સમાપ્ત થઇ જતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે તેઓના આ કપરા સમયે છોટા કાશી હળવદ યુવા ગ્રુપ તેમની વહારે આવ્યું હતું અને તેમને તેમના વતન પરત મોકલ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મંગળવારે રાત્રે 9:30 ના સમયગાળા દરમિયાન છોટા કાશી હળવદ યુવા ગ્રુપ સ્થાપક અજુભાઈને કોઈ સેવાભાવી વ્યક્તિનો ફોન આવ્યો કે હળવદમાં પરપ્રાંતિય પરીવાર પોતાના રાજ્યમાં જવા માટે નીકળું હોય પણ એમના આગળ કોઈ પૈસા નથી કે કંઈ પણ વસ્તુ નથી ખાવા પીવા માટે તો તમારા ગ્રુપ દ્વારા જેમને મદદરૂપ થસો, અજુભાઈ દ્વારા ગ્રુપના પ્રમુખ સંજયભાઈ માલી, ઉપપ્રમુખ સાગરભાઇ સંઘવીને વાત કરતા તાત્કાલિક ત્યાં પહોંચી સંજયભાઈ માલી સાગરભાઇ સંઘવી અને ગ્રુપના સભ્ય મૌલિકભાઈ મહેતા ત્યાં જઈ રૂબરૂ તપાસ કરતા જાણવા મળ્યું કે આ વ્યક્તિ મોરબી મજૂરી અર્થે ગયેલ મજૂરી ન મળતા પોતાના વતનમાં પાછું જવું તું પણ કઈ રીતે જાય મોરબીથી હળવદ ગાડીવાળાએ ભાડું ન હોવાના કારણે ઉતારી દીધા હવે આગળ જઈ શકે તેમ નહોતું એટલે ગ્રુપના સભ્યએ એમની સંપૂર્ણ તપાસ કરી તેમનું આધાર કાર્ડ જોઈ એમનો મોબાઈલ નંબર લઇ એમની સાથે સંપૂર્ણ વાતચીત કરી તેમની સાચી પરિસ્થિતિ જાણી એમને પોતાના માદરે વતન નાગપુરમાં પહોંચાડવા માટે વ્યવસ્થા કરી આપેલ હતી. જેમાં બે બહેનો બે ભાઈ અને એક બાળક એમ કુલ ચાર બાળકની ટિકિટ કરાવી એમને નાસ્તો પણ બે દિવસ સુધી ચાલે એટલો સાથે આપી અને રોકડ રૂપિયા આપી પોતાના માદરે વતનમાં પહોંચવા માટેની સુવિધા કરી આપી હતી.