હળવદ શહેરમાં એક પરિવાર ઉપર આફત આવી પડી છે. તે પરિવારમાં માત્ર માતા અને દીકરો બંને રહે છે. જેના પિતાનું ઘણા સમય પહેલા અવસાન થઈ ગયું છે. ત્યારે 10 વર્ષની ઉંમરે બાળકે ઘરની જવાબદારી ઉઠાવી દિવસ અને રાત્રે ચોકીદારની નોકરીમાં લાગી પરિવારનું ગુજરાન ચલાવવા લાગ્યો હતો. જેને આવવા જવા માટે મુશ્કેલી થતી હોવાથી છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા તે બાળકની વાસ્તવિક પરિસ્થિતિ જાણી તેને ન્યુ સાયકલ ગિફ્ટમાં લઈ દેવામાં આવી હતી.
હળવદમાં રહેતા એક પરિવારના મુખ્ય મોભીનું અવસાન થઈ જતાં તે પરિવારમાં એક નો એક દીકરો તેના માતા સાથે એકલો ઘર ચલાવવા માંડ્યા હતાં. દિકરાના પિતાનું અવસાન બાદ બધી જવાબદારી તેના માથે આવી પડી હતી. ત્યારે દીકરો 10 વર્ષની ઉંમરે થી જ કામે લાગી ગયો હતો. ઘરનું ગુજરાન ચલાવવા માટે દિવસ અને રાત્રે ચોકીદારીની બબ્બે નોકરી કરી ઘણી તકલીફ વેઠી હતી. તેમજ માતાની ઉંમર વધુ હોવાથી તે પણ દીકરાને ઉપયોગી થાય તે માટે ઘરે માવા બનાવી દીકરાને મદદરૂપ થતા હતા. અન્ય કોઈ વજન વાળું કે મજૂરી ન કરી શકે તે માટે મજબૂરીમાં બંને ટાઇમ ચોકીદારની નોકરી કરી બાળક માત્ર ૭,૦૦૦ રૂપિયા કમાઈ શકતો હતો. તેથી ઘરનું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ થતું હતું. જેની જાણ સ્થાનિક વ્યક્તિએ કરી મદદ આવા પરિવારની કરો તેમ કહ્યું હતું. ત્યારે છોટા કાશી હળવદ સેવા ગ્રુપ ટીમ સ્થળ પર પહોંચીને તપાસ કરતા યોગ્ય લાગ્યુ ત્યાર બાદ તમને મદદ માટે પુછતા દિકરા દ્વારા એવુ કહેવામા આવ્યુ મારે રૂપિયા નથી જોતા હું મારા હાથ ઉપર ઉભો થઈ જઈશ પરંતુ હાલ મને કામે આવા જવા માટે દુર દુર સુધી ચાલીને જવુ પડે છે. જો તમે આપી શકો તો એક મને સાયકલ લઈ આપો જેથી મને કામે જવા આવા માટે સમયનો વેડફાટ ન થાય ત્યારે બાળકની ઈમાનદારી જોઇ ગ્રુપના સભ્યોને પણ ખૂબ દુખ થયુ અને ભગવાન બધાને આવી મજબુરીનો સામનો કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે આજ રોજ છોટાકાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા તે દિકરાને કામે જવા આવા માટે નવી સાયકલ લઈ આપવામાં આવી છે.