મોરબીમાં અકાળે મોતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ગત જુલાઈ મહિનામાં મોરબી પોતાના પતી સાથે મજુરી કામે આવેલ મહિલાને અચાનક પેટમાં દુખાવો ઉપડતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેનું ચાર મહિલાની લાંબી સારવાર બાદ મોત નિપજતા મહિલાનું છોટાઉદેપુર મહિલાના ભાઈ દ્વારા પીએમ કરાવવામાં આવેલ હતું. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે અકાળે મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, છોટાઉદેપુરનાં નાની ઝેર ગામે રહેતી પરણિતા રેખાબેન મહેશભાઇ નાયકા ગત જુલાઈ મહિનામાં મોરબી જીલ્લાના બરવાળા ગામે પોતાના પતી સાથે મજુરી કામે આવી રોકાયેલ હતી. દરમ્યાન પેટમાં દુખાવો ઉપડતા પ્રથમ સારવાર મોરબી આયુષ હોસ્પીટલ બાદ વધુ સારવાર સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે લઇ જતા જે ચાલુ સારવાર દરમ્યાન ગત તા-૧૨/૧૦/૨૦૨૩ નારોજ ફરજ પરના ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરતા મરણજનરનાં મૃતદેહને પોતાના વતન ગત તા.૧૩/૧૦/૨૦૨૩ ના રોજ છોટ્ટાઉદેપુર ખાતે પોતાના ગામ નાની ઝેર ખાતે લઈ જતા મરણજનારના ભાઇ કમલેશભાઇ હરેસીંગભાઇ નાયકાને પોતાની બેન રેખાબેનના મરણનુ ચોક્કસ કારણ જાણવા છોટ્ટાઉદેપુર સરકારી હોસ્પિટલ ખાતે મરણજનારનાં મૃતદેહનુ પી.એમ કરાવતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે અકાળે મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.