Wednesday, October 30, 2024
HomeGujaratમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ લો, ફોરેન્સિક...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ લો, ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝનું ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ લો, ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝનું ઉદ્ઘાટન કર્યું
– આપણા સૌનું સપનું PM મોદીના કારણે સાકાર થયું

- Advertisement -
- Advertisement -

– ગુજરાતમાં જેટલા બને એટલા ગુના ઓછા થાય તેવા પ્રયાસ કરાશે

– સ્કૂલ ઓફ લોનો પ્રારંભ NFSLની શોભામાં વધુ એક પીછું છે: જસ્ટિસ એમ.આર.શાહ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ લો, ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝનું ઉદ્ઘાટન કર્યું આ કાર્યક્રમમાં સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર. શાહ, કેન્દ્રિય મંત્રી કિરણ રિજ્જુ સહિત અનેક મહાનુંભાવો હાજર રહ્યા હતા.

‌ પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ લો ઉદ્ધાટન પ્રસંગે કહ્યું કે આપણા સૌનું સપનું પીએમ મોદીના કારણે સાકાર થયું છે, ગુજરાતમાં જેટલા બને એટલા ગુના ઓછા થાય તેવા પ્રયાસ કરાશે, તેમણે વડાપ્રધાન મોદી વિશેની વાત કરતા કહ્યું હતું કે મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મેન્યુફેક્ચરિંગ, ઓટો મોબાઈલ ડેવલોપમેન્ટના પ્રયાસ કર્યા, એટલું જ નહીં એજ્યુકેશન જેવા સેક્ટરમાં ડેવલોપમેન્ટ પણ કર્યા, ત્યારે નવા સમયમાં ટેક્નોલોજી સાથે માનવ બળ આ યુનિવર્સિટી પુરી પાડશે, FSLની મદદથી પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં મદદ મળશે તેમજ આ યુનિવર્સિટી ન્યાયિક પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ બનશે, મુખ્યમંત્રીએ અમિત શાહને લઈને પણ નિવેદન આપતા જણાવ્યું કે અમિત શાહના પ્રયાસથી નેશનલ આ યુનિવર્સિટીએ વિશ્વના 68 દેશમાં અલગ ઓળખ ઉભી કરી છે.આ પ્રસંગે જસ્ટિસ એમ.આર. શાહે જણાવ્યું હતું કે સ્કૂલ ઓફ લો નો પ્રારંભ NFSLની શોભામાં વધુ એક પીછું ઉમેરાયું છે વડાપ્રધાન મોદીની આ વર્ષો પહેલાની કલ્પના હતી જે સાર્થક થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે કાયદોઓના અભ્યાસમાં અનેક પડકાર છે, લોકશાહી દેશમાં કાયદાનું શિક્ષણ મહત્વું છે ત્યારે તેમાંથી બેસ્ટ લોકો આપવાનો આ યુનિવર્સિટીનો પ્રસાય છે. એમ.આર. શાહે કહ્યું કે આજના વિદ્યાર્થીઓ આવતી કાલના પ્રોફેસર અને જજ હશે, નવા કોર્ષ શરૂ થવાથી વિદ્યાર્થીઓને ફાયદો થશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!