મોરબી ઝૂલતા પુલ દુર્ધટનાના મૃતકોના મોક્ષાર્થે સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા રામકથાકાર મોરારી બાપુના સ્વમુખે રામકથા મોરબીમાં કબીર ધામ આશ્રમ વાવડી ખાતે શરૂ થવા જઇ રહી છે.જેની આવતીકાલે પોથી યાત્રા પણ છે. આ કથાના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મોરબી ખાતે પધારવાના હોય જેને લઇને મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જિલ્લાના પોલીસ અધિકારીઓ કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે.
જેમાં જણાવ્યા મુજબ મોરબી કબીર ધામ વાવડી ખાતે યોજાનાર રામકથામાં આગામી સંભવિત તા.૧/૧૦/૨૦૨૩ ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હોય જેથી આ કાર્યક્રમ માં પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ નો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ની આવશ્યકતા ને લઈને આગામી તા.૩૦/૦૯/૨૦૨૩ થી તા.૧/૧૦/૨૦૨૩ સુધી મોરબી જિલ્લા ના તમામ પોલીસ કર્મચારીઓ ની અગત્ય ના કારણો સિવાય રજા મંજુર કરવામાં નહિ આવે તેવી સૂચના જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના ને આવતી 30 ઓકટોબર ના રોજ એક વર્ષ પૂર્ણ થશે ત્યારે તેઓના આત્માનાં શાંતિ માટે ખાસ પાંચ યજ્ઞ કુંડ પણ રાખવામાં આવશે જેમાં શાંતિ હવન કરવામાં આવશે આ રામકથા દરમ્યાન આવતી કાલે કૃષિમંત્રી રાઘવજી પટેલ હાજરી આપનાર છે ત્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી થી લઇ અન્ય નેતાઓ અને રાજકીય આગેવાનો અને મંત્રીઓ હાજરી આપશે.