Monday, January 13, 2025
HomeGujaratતરણેતર ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે લોકોની જનસુખાકારીની પ્રાર્થના...

તરણેતર ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે લોકોની જનસુખાકારીની પ્રાર્થના કરી

ઋષિ પંચમીના પવિત્ર દિવસે ભોળાનાથનું પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી

- Advertisement -
- Advertisement -

પાંચાળ પ્રદેશનો વિખ્યાત લોકમેળો તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વ વિખ્યાત તરણેતર મેળાની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ગ્રામીણ ઓલિમ્પિક, માહિતી વિભાગના પ્રદર્શનની મુલાકાત લીધા બાદ તરણેતરના ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તરણેતરના મેળામાં મુખ્ય દિવસ ગણાતા ઋષિ પાંચમના પવિત્ર દિવસે મુખ્યમંત્રીશ્રીએ ભોળાનાથનું ભાવપૂર્વક પૂજન-અર્ચન કરતા પ્રજાજનોની જનસુખાકારીની પ્રાર્થના કરી હતી. કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી, જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ સહિતના મહાનુભાવો પણ મુખ્યમંત્રી ની સાથે ભગવાન શિવના દર્શનનો લાભ મેળવ્યો હતો. પ્રજાવત્સલ મુખ્યમંત્રીએ ભાવપૂર્વક પ્રજાજનોની સુખાકારી માટે પ્રાર્થના કરી.

આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, અગ્રણી શંકરભાઈ વેગડ, જગદીશભાઈ મકવાણા, તરણેતર સરપંચ અશોકસિંહ રાણા, તાલુકા પંચાયત પ્રમુખ કાનાભાઈ ભગત તથા થાનગઢ નગર પાલિકા પ્રમુખ સુશ્રી લીનાબેન ડોડીયા, વિજયભાઈ ભગત,સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!