Wednesday, March 19, 2025
HomeGujaratમોરબીમાં આશરે ૧૦૦૦ કરોડના વિકાસ કાર્યોની ભેટ લઈને આવશે મુખ્યમંત્રી:જિલ્લા વહીવટી તંત્ર...

મોરબીમાં આશરે ૧૦૦૦ કરોડના વિકાસ કાર્યોની ભેટ લઈને આવશે મુખ્યમંત્રી:જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી ૨૬ માર્ચના રોજ મોરબી જિલ્લાની સંભવિત મુલાકાત લેશે અને મોરબી જિલ્લાને કરોડો રૂપિયાના વિકાસના કામોની ભેટ આપશે.જે અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં અનેક મુદ્દાઓને લઇને ચર્ચા વિચારણા કરી અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગામી ૨૬ માર્ચના રોજ મોરબી જિલ્લાની સંભવિત મુલાકાત આવી રહ્યા છે. જેની તૈયારીઓના ભાગરૂપે મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં ડોમ, ગ્રાઉન્ડ, બેઠક વ્યવસ્થા, ડાયસ પ્લાન અને આનુષાંગિક વ્યવસ્થાઓ, હેલીપેડ, ગ્રીનરૂમ, લોકાર્પણ થનાર વિકાસ કાર્યોની તખ્તી, આરોગ્ય સેવાઓ, વીજ પુરવઠો, પીવાનું પાણી, ફાયર ફાઈટર અને કાયદો વ્યવસ્થા જાળવવા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરી સબંધિત અઘિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી શહેર તથા જિલ્લાને અંદાજિત ૧૦૦૦ કરોડથી વધુની રકમના વિકાસ કાર્યોની ભેટ આપવા ઉપસ્થિત રહેશે. તેમની હાજરીમાં અનેક વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. જે કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજરોજ યોજાયેલ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, નાયબ કલેક્ટર ઉમંગ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભટ્ટ, મોરબી મહાનગરપાલીકાના ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા, પ્રાંત અધિકારીઓ, મામલતદારો તેમજ વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!