પાટડી નગર પાલિકામાં જાન્યુઆરી ૨૦૨૫ માં સંપની સાફ સફાઈ કામગીરી દરમિયાન બે કર્મચારીઓના મોત થવા પામ્યા હતા. જે અંતર્ગત પાટડી પોલીસ સ્ટેશનમાં એટ્રો સિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધાતા કોન્ટ્રાકટર ની ધરપકડ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જે કેસમાં સેનેટરી ઇન્સ્પેકટર અને નગર પાલિકા ચીફ ઓફિસર સામે પણ ગુન્હો નોંધાયો હતો. જે કેસમાં સેનેટરી ઇન્સ્પેક્ટર, પાટડી નગરપાલીકાની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે હાલ પાટડી નગર પાલિકાના ચીફ ઓફિસરની અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, પાટડી નગર પાલિકાના સફાઈ કામદારની જાન્યુઆરી માસમાં સંપની સાફ સફાઈ દરમિયાન બે કર્મચારીઓના મોત થયાં હતાં. જેમાં ઍટ્રો સિટી એક્ટ સહિતની કલમો દાખલ કરી કોન્ટ્રાક્ટની અટકાયત કરાઈ હતી. જ્યારે સેનેટરી ઇન્સ્પેકટર અને નગર પાલિકાના ચીફ ઓફિસર સામે પણ ગુન્હો નોંધાયો હતો. જે કેસમાં સેનેટરી ઇન્સ્પેકટરની તા. ૪/૦૬/૨૦૨૫ ના રોજ અટકાયત કરાઈ હતી. જ્યારે ચીફ ઓફિસર ફરાર હોવાથી પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, નાયબ પોલીસ મહાનિરીક્ષક સુરેન્દ્રનગરે પાટડી પોલીસ સ્ટેશનમાં ગુન્હા નં. ૧૧૨૧૧૦૦૫ ૨૫૦૦૨૩/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૦૫ વગેરે ગુન્હામાં નાસતા-ફરતા આરોપીઓને અટક કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. પાટડી પોલીસ સ્ટેશનમાં ગુન્હા દાખલ નં-૧૧૨૧૧૦૦૫૨૫૦૦૨૩/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૦૫,૧૨૫,૫૪ તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧)(જે), ૩(૨)(૫) તેમજ પ્રોહીબિશન ઓફ એમ્પ્લોમેઇન્ટ એઝ મેન્યુલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીટેશન એકટ-૨૦૧૩ ની કલમ-૫,૬,૭ના ભંગ બદલ કલમ-૮,૯ મુજબના ગુન્હાની તપાસ કરનાર જે.ડી.પુરોહિત, નાયબ પોલીસ અધિક્ષક, ધ્રાંગધ્રા ડિવીઝને નાસતા-ફરતા આરોપીઓને અટક કરવા કાર્યવાહી કરી નામદાર ધ્રાંગધ્રા કોર્ટમાંથી ગુન્હામાં નાસતા-ફરતા આરોપીઓના ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ ૭૨ મુજબ વોરંટ મેળવી, અલગ-અલગ ટીમો બનાવી, અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા જરૂરી સુપરવિઝન રાખી, સઘન તપાસ કરી અખબારમાં પ્રસિધ્ધી કરી કાર્યવાહી કરી હતી. જે ગુન્હામાં નાસતા-ફરતા આરોપી મોસમભાઇ ધનશ્યામભાઇ પટેલ રહે. પરઢોલ દસક્રોઇ તાલુકા અમદાવાદ જિલ્લા (ચીફ ઓફીસર, નગરપાલીકા પાટડી) વાળાની આજરોજ તા.૦૮/૦૬/૨૦૨૫ ના રોજ ધરપકડ કરી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.