મોરબીમા કચરાના નિકલની કામગીરીમાં ગોલમાલ કરતા કોન્ટ્રાક્ટરને આગાઉ નોટિસ આપ્યા બાદ પણ કામગીરીમા લાલીયાવાડી યથાવત હોવાની રાવ ઉઠતા ચીર ઓફિસર સંદીપસિંહ ઝાલાએ આકરા પાણીએ થઈ શ્રીજી એજન્સીને આપેલ ડોર ટુ ડોર કચરા કલેક્શનનો કોન્ટ્રાક્ટ ઝુંટવી લીધો છે અને નગરપાલિકાના તમામ વાહનો સંસાધનો 2 દિવસમાં નગરપાલિકા પરત સોંપી દેવા આદેશ કરવામાં આવ્યો છે.
મોરબીમાં ડોર ટુ ડોર કાચરા કલેક્શન માટે શ્રીજી એજન્સી કોન્ટ્રાક્ટ ૦૩ / ૦૫ / ૨૦૧૮ થી ટેન્ડર પ્રક્રિયા કરી તમોને 3 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ત્યારબાદ જે કોન્ટ્રાક્ટ ૩૦/૦૪/૨૦૨૧ ના રોજ પૂરો થયેલ હતો અને એક વર્ષ માટે એટલે કે, ૩૦/૦૪/૨૦૨૨ સુધી લંબાવ્યો હતો. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ધકેલ પાંચ દોઢસો ની માફક કામગીરી કરવામાં આવતી હોંવાથી મોરબીમાં ઠેક ઠેકાણે ગંદકીના થર જમ્યા હતા જે અંગે વારંવાર લોકોની ફરિયાદ તથા કામગીરીમાં અનિયમિતને પગલે ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ કોન્ટ્રાક્ટને નોટિસ ફટકારી કોન્ટ્રાકટ રદ કર્યો છે અને તાત્કાલિક અસરથી નગરપાલિકાના તમામ વાહનો બે દિવસમાં નગરપાલિકાને પરત કરવા પણ આદેશ કરવામાં આવે છે અને હવે ડોર ટુ ડોરની તમામ કામગીરી મોરબી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે તેમ જણાવાયું છે.