હળવદના અનેક વિસ્તારોમાં ગંદકીની રાવ ઉઠતાચીફ ઓફિસરે જાત તપાસ કરી તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરાવા કર્મચારીઓને આદેશ કર્યા હતા.હળવદમાં આવેલ ભવાની નગર વિસ્તારમાં પાણીના સંપ પાસે છેલ્લા કેટલાક સમયથી ગંદકીનું સામ્રાજય ખડકાયું હોવાથી વિસ્તારવાસીઓ મુશ્કેલી ભોગવતા હતા. આ અંગે ગંદકીના ગંજ માથાફાડ દુર્ગંધ અને મચ્છર ઉત્પતિના કારખાના સમાન બન્યા હોવાથી સફાઈ કરાવવા અંગે લોકોમાં માંગ ઉઠી હતી જેને પગલે
ચીફ ઓફિસર જાત તપાસ અર્થે તાત્કાલિક દોડી ગયા હતા. અને તાબડતોબ સાફ સફાઈ લગત વિભાગના કર્મચારીઓને સૂચના આપી હતી. આ તકે ભવાનીનગર ઢોરા વિસ્તારના સામાજિક કાર્યકર વિજયભાઈ રાવલ ગંદકી, રોડ રસ્તા, પાણી અને ગટરની સમસ્યાની રજુઆત કરી હતી.
હળવદમાં ગંદકીની રાવ ઉઠતા ચીફ ઓફિસરે દોડી જઈ તાબડતોબ સફાઈના આદેશ આપ્યા
- Advertisement -
- Advertisement -