Saturday, April 20, 2024
HomeGujaratમોરબી અને વાંકાનેરમા દારૂનો બોટલ સાથે ત્રણ પકડાયા

મોરબી અને વાંકાનેરમા દારૂનો બોટલ સાથે ત્રણ પકડાયા

મોરબી અને વાંકાનેરમાંથી દારૂના જથ્થા સાથે નીકળેલ ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઈ તેની વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના રણછોડનગર આંબેડકર સ્કુલ પાસેની શેરીમાંથી મોરબી સીટી બી ડીવિઝન પોલીસ સ્ટાફે 4200 રૂપિયાની કિંમતની 14 બોટલ દારૂ સાથે આરોપી આરીફભાઇ અબ્દુલભાઇ પારેડી (ઉ.વ.૨૫ રહે..વીશીપરા મદીના સોસાયટી પાછળ મોરબી)ને ઝડપી લીધો હતો.પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી પ્રોહી. એકટની કલમ ૬૫,એ-ઇ, ૧૧૬-બી હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ અંગેના વધુ એક કેસમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મોરબીના રવાપર ગામના ઝાપા પાસેથી મેકડોવેલ્સનં.૧ સુપરીયર વ્હીસ્કીની બોટલ સાથે નીકળેલ ભગવાનજીભાઇ પ્રભુભાઇ ચાડમીયા (ઉ.વ.૩૮ રહે.મોરબી રવાપર ગામ રામજીમંદીર પાછળ) નામના શખ્સને ઝડપી લીધો હતો જ્યારે વાંકાનેર સીટી પોલિસે લુણસરીયા ફાટક નજીક રોડ ઉપરથી પ્રકાશભાઇ ઉર્ફે લાલો હસમુખભાઇ માણેક (ઉ.વ.૨૬ રહે.ચોટીલા, થાન રોડ ઉપર જી.સુરેન્દ્રનગર) ને મેકડોવેલ્સ સુપીરીયલ વ્હીસ્કી ની એક બોટલ દારૂ સાથે ઝડપી લઈ તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!