મોરબી નગર પાલિકામાં જુદા જુદા વિભાગમાં ફરજ બજાવતા વધુ 12 કર્મચારીઓને અરસપરસ બદલીના ચાર્જ સોંપવામાં આવતા પાલિકાની લોબીમાં સોપો પડી ગયો છે.
પાલિકાના ચીફ ઓફિસર દ્વારા કરાયેલ બદલીના આદેશમાં જણાવાયા મુજબ હાઉસ ટેક્સ વિભાગમાં રોજકામ અંગેની કામગીરી માં કલાર્ક તરીકે ફરજ બજાવતા પરેશભાઈ અંજારીયાને મહેકમ વિભાગ તથા લીગલ વિભાગની કામગીરીમાં બદલી કરવામાં આવી છે. વધુમાં જયદીપભાઈ લોરીયાની રોશની વિભાગમાં બદલી કરાઈ છે આ ઉપરાંત કલાર્ક હિતેશભાઈ રવેશિયાની ડ્રેનેજ વિભાગની જવાબદારી સોંપાઈ છે. તથા હિતેશભાઈ દવેને ડ્રેનેજ વિભાગનો ચાર્જ અપાયો છે તે જ રીતે સ્ટેશન ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા દેવેન્દ્રસિંહ જાડેજાને ફાયર વિભાગમાં બદલી કરવામાં આવ્યા છે. અશોક જોશીને મેકેનિકલ વિભાગની જવાબદારી આપવામાં આવી છે. ઉપરાંત હરીશભાઈ બુચને જન્મ મરણમાંથી પાણી પુરવઠામાં મુકાયા છે. તેમજ કરાર આધારીત ઈનજીનીયર તરીકે સેવા આપતા દીપ સુવારિયા ને પણ પાણી પુરવઠા વિભાગમાં મુકવામાં આવ્યા છે. જયદીપ સોરઠીયાને પાવડી વિભાગમાં અને ધીરુભાઈ સુરેલીયાને ટાઉન પ્લાનિંગ વિભાગ અને ભાવેશભાઈ દોશીને પણ જન્મ મરણ વિભાગમાં મુકવામાં આવ્યા છે તથા વીણા બેન વિરમગામાને ઇનવર્ડ વિભાગમાં બદલી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ચાર દિવસ અગાઉ આશરે 15 કર્મચારીઓ બદલી કરાયા બાદ આજે વધુ 12 કર્મીઓની બદલી કરાતા કરાતા બદલી ચર્ચાનો વિષય બની છે.