મોરબી પંથકમાં ગઈ કાલે એક છ વર્ષનો માસૂમ બાળક ખુલ્લી ગટરમાં પડી જતાં મોતને ભેટ્યો હતો. ત્યારે તંત્રની બેદરકારીને કારણે ગરીબ પરિવારમાં શોક ની લાગણી ફેલાઇ છે. ત્યારે મોરબી શહેર કોંગ્રેસે સમગ્ર ઘટનામાં માનવ વધનો ગુન્હો દાખલ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
મોરબીમાં ગઈકાલે એક કરૃણ ઘટના બનવા પામી હતી. જેમાં ગટરના ખુલ્લા નાળામાં પડી જતા બાળકનું મોત થયાનો બનાવ બનવા પામ્યો હતો. શ્રમિક પરિવારના છ વર્ષીય બાળક રવિ નાયક નામનાં બાળકનું ખુલ્લા નાળામાં પડી જતાં મોત નિપજ્યું હતું. તંત્રની બેદરકારીને કારણે માસૂમ બાળકનું મોત નિપજતાં મોરબી કોંગ્રેસ દ્વારા આ મામલે જવાબદારો વિરુદ્ધ માનવ વધનો ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. તેમજ જાહેરમાં થૂંકતા, કચરો કરતા લોકોના ફોટા પોસ્ટરમાં લગાવાય છે તો મનપા તંત્રને ખુલ્લી ગટર ધ્યાનમાં કેમ ન આવી ? તેમજ ગરીબ પરિવારના માસૂમ બાળકના મોતના જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. તેવી માંગ કોંગ્રેસે કરી છે. જો કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ મનપા અધિકારીઓને માસૂમના મોતના જવાબદાર માનશે. તેમ પણ કોંગ્રેસે જણાવ્યું છે. વધુમાં મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા જણાવ્યું હતું કે ગઈકાલે ખુલ્લી ગટરમાં બાળકનું મૃત્યું થયું એ બાળક કોઈ નેતા કે ઊધોગપતિનું હોત તો તંત્ર ઊંધા માથે હવાતિયા મારતું હોત પણ કમનસીબી એ છે કે આ બાળક ગરીબ પરિવારનું છે તેથી કડક કાર્યવાહિ નહિ થાય. ત્યારે આમાં જવાબદાર લોકો સામે માનવવધનો ગુન્હો દાખલ કરી કડક કાર્યવાહિ કરવાની કોંગ્રેસે માંગ કરી છે.