Tuesday, November 19, 2024
HomeGujaratબાળકને મજુર તરીકે રાખવું ફૂડના ધંધાર્થીને મોંઘુ પડ્યું : વેપારી વિરુદ્ધ નોંધાઈ...

બાળકને મજુર તરીકે રાખવું ફૂડના ધંધાર્થીને મોંઘુ પડ્યું : વેપારી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

ગરીબી બાળ મજૂરીનું સૌથી મોટું કારણ છે. જેથી બાળકોને મજૂર તરીકે કામ કરવું પડે છે. ગરીબી નાબૂદીમાં ઘણા વર્ષો લાગશે, પરંતુ ઘણી સંસ્થાઓ બાળ મજૂરી રોકવા માટે કામ કરી રહી છે. તેમાં હળવદ પોલીસને સફળતા મળી છે. હળવદ પોલીસે દાબેલી ફુડની દુકાનમાં ૧૩ વર્ષીય બાળકને કામ કરાવતા વેપારી વિરુધ્ધ નોંધી ફરિયાદ

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસની ટિમ દ્વારા સરા ચોકડી પાસે અજય ત્રિભોવનભાઇ ખોખર નામનો વ્યક્તિ કીશન દાબેલી ફુડ નામની દુકાન ચલાવતો હોય જેમાં તેણે ૧૩ વર્ષીય બાળકને પોતાની કીશન દાબેલી ફુડ પર હેલ્પર તરીકે કામે રાખતા શખ્સ વિરુધ્ધ બાળ અને તરૂણ કામદાર (પ્રતિબંધ અને નિયમન)-૧૯૮૬ (સને-૨૦૧૬માં સુધાર્યા અનુસાર) એક્ટ, ની કલમ ૩ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!