નવયુગ ઈન્ટરનેશનલ પ્રિસ્કુલનુ આજે સવારે 8:30 કલાકે ધમાકેદાર ગ્રાન્ડ ઓપનીંગ કરવામાં આવ્યું હતું જેમાં નવયુગના ટીચર્સ દ્વારા દરેક લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ટીમના મેમ્બર દ્વારા સંપૂર્ણ સ્કુલની વિઝીટ કરાવવામાં આવી હતી.
તેમજ દરેક ક્લાસમાં કંઇક ને કંઇક અલગ થીમ અને નાના બાળકો દ્રારા દરેક રૂમનું થરુ આઉટના ઇંગ્લીસમાં ઈંટ્રોડ્રકશન આપતા જોઇને દરેક મુલાકાતીઓ અને મહેમાનો ચકિત થઈ ગયા હતા. કલાસરૂમ અને સ્કુલનો એક એક ખૂણો બાળકોને કઈક નવું શીખવા મળે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો સાથે સાથે મોરબીના દોઢથી ત્રણ વર્ષના બાળકો માટે હેલ્દી બેબી કોમ્પીટીશનનું આયોજન પણ હતું તેમાં મોરબીના 200 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો જેમાં મોરબીના પેરેન્ટસ અને બાળકો માટે પણ ખૂબ ઉત્સાહીત હતા.
સાંજે 4:00 વાગ્યે યોજાયેલા કિડસ કાર્નિવલમાં જાણે બાળકોનો મીની કુંભમેળો યોજાયો હોય તેમ ૩ હજારથી વધુ બાળકો અને પેરેન્ટસે આ બાળનગરીની મુલાકાત લીધી હશે. અઢળક રંગબેરંગી કાર્ટૂન્સ જેમ કે છોટા ભીમ, મીકી માઉસ સાથે બાળકો તેમજ પેરેન્ટસે સીલ્ફી લેવા પડાપડી કરી હતી તેમજ અલગ અલગ પ્રકારના હાઇટવાળા જોરોએ બાળકોને ખૂબ આનંદ કરાવ્યો હતો સાથે સાથે મેજીક શો, પપેટ શો, પોટર, જંપીંગ, ડાન્સ ઝોન, ગેમ ઝોન,આર્ટ ઝોન તેમજ નવયુગ સોફ્ટ પ્લે એરિયામાં રમવા માટે બાળકોનું ખૂબ વેઈટીંગ જોવા મળ્યું હતું અને ટ્રેકીંગ રાઇક્સમાં બાળકો જે મજા લેતા હતા તે જોઇને બાળકોની સાથે સાથે પેરેન્ટસ પણ આનંદ માણ્યો હતો.એ સાથે જ હેલ્ધી બેબી કોમ્પીટીશનનું રીઝલ્ટ જાહેર થતાં જ નવયુગનું એન્લી થીએટર ચીચીયારીઓથી ગુંજી ઉઠયું હતું જેમાં આકર્ષક ઇનામો, ટ્રોફી તેમજ દરેક ભાગ લેનાર બાળકોને ભારતી સ્ટેશનરી દ્વારા શ્યોર ગ્રીટ તેમજ હની-બની ડાયપર કંપની દ્વારા કોમ્પીટીશનમાં ભાગ લેનાર દરેક બાળકને ડાયપર કીટ ગીફ્ટ આપી હતી અને કોમ્પીટીશનમાં ભાગ લેનાર દરેક બાળકને તેના ફોટા સાથેની ફોટોફેમ ગીફ્ટ આપેલ હતી અને વિશાળ એરીયામાં અલગ અલગ પ્રકારના ફુડ સ્ટોલ પર પેરેન્ટસ અને બાળકોએ ભરપેટ નાસ્તાની મજા માણી હતી. સાંજે કાર્યક્રમ પુરો થવાનો સમય 7:00 વાગ્યાનો હતો પણ 8:00 વાગ્યા સુધી હજારો બાળકો આનંદ માણી રહયા હતા છેવટે મેનેજમેન્ટ ટીમ દ્વારા તમામને રીકવેસ્ટ કરી કાર્યક્રમ પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ અવિસ્મરણીય અને અદભુદ કાર્યક્રમ જોઇને આવેલ તમામ મુલાકાતીઓ અને મહેમાનો તથા બાળકોના વાલીએ નવયુગની ટીમ તેમજ પ્રમુખ પી.ડી.કાંજીયાને અભિનંદન પાઠવ્યા હતા.