મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં મેળાના મેદાનમાં રમતી વખતે કરંટ લાગતા એક બાળકીનું મોત થયું છે.
મળતી માહિતી મુજબ, ગત તા. 13 ઓગસ્ટ 2025ના રોજ બપોરે વાંકાનેર અમરસિંહજી હાઇસ્કુલ નજીક આવેલા મેળાના મેદાનમાં મેળાનું ઇલેક્ટ્રિક ફિટિંગનું કામ ચાલુ હતું. તે દરમિયાન ત્યાં રમતી બાળકી ઉર્વશિ અજયભાઇ મુંધવા ને કોઈ રીતે વીજ કરંટ લાગતા તેણી ઘટના સ્થળે જ બેભાન થઈ પડી હતી.જેથી તાત્કાલિક તેને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં ફરજ પરના ડૉ. દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી છે ત્યારે આ બનાવ અંગે વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે.