Saturday, March 1, 2025
HomeGujaratમોરબીમાં રાઈટ ટુ એજ્યુકેશન અન્વયે નબળા અને વંચિત જુથના બાળકોને વિનામુલ્યે શાળા...

મોરબીમાં રાઈટ ટુ એજ્યુકેશન અન્વયે નબળા અને વંચિત જુથના બાળકોને વિનામુલ્યે શાળા પ્રવેશ મળશે

આગામી તા.૧૨ માર્ચ સુધી https://rte.orpgujarat.com આ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે

- Advertisement -
- Advertisement -

રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર સમગ્ર રાજયમાં હાલમાં ધોરણ- ૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળાઓમાં જૂન- ૨૦૨૫ થી શરુ થનાર શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયાની ઓનલાઈન અરજી સ્વીકારવાનું ચાલુ છે. જે અન્વયે વાલીશ્રીઓ દ્વારા આગામી તારીખ ૧૨/૦૩/૨૦૨૫ સુધીમાં https://rte.orpgujarat.com આ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે.

ઓનલાઇન અરજી સાથે જરૂરી આધાર પુરાવાઓ વ્યવસ્થિત રીતે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. આ અંગે જરૂરી આધાર પુરાવાઓની વિગત https://rte.orpgujarat.com વેબસાઈટમાં ઓનલાઈન જોઈ શકાશે.વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર- પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/ કેટેગરીનો દાખલો, આવકનો દાખલો (જેમાં લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે.

આ ઉપરાંત પાન કાર્ડ ન ધરાવતા હોય કે પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય, તો તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત રીતે અપલોડ કરવાનું રહેશે. આ ઓનલાઈન અરજીની પ્રિન્ટ કાઢીને વાલીઓએ પોતાની પાસે રાખવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે આ ઓનલાઈન અરજી પત્રક ક્યાંયપણ જમા કરાવવાનું રહેશે નહીં. મોરબી જિલ્લામાં પાંચ તાલુકાની કુલ ૧૮૧ શાળાઓમાં ૧૯૨૧ જેટલી જગ્યાઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. જેમાં ૧૯૨૧ પૈકી ૧૫૦૦ જગ્યાઓ ગુજરાતી માધ્યમની શાળાઓ માટે તથા ૪૨૧ જગ્યાઓ અંગ્રેજી માધ્યમની શાળાઓ માટેની છે.

આ અંગે વધુ માહિતી મેળવવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, રૂમ નંબર ૧૨૯, જિલ્લા પંચાયત ભવન, મોરબીમાં રૂબરૂ અથવા મોરબી જિલ્લા રીસીવિંગ સેન્ટરના ફોન નંબર ૦૨૮૨૨- ૨૯૯૧૦૬ પર સંપર્ક સાધી શકાશે. તેમ રાઇટ ટુ એજ્યુકેશનના નોડલ ઓફિસર, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!